હું શોધું છું

હોમ  |

ઠરાવ - 6
Rating :  Star Star Star Star Star   

રાજયના હિસ્સાની 50 ટકા બેઠકોમાં તથા
ફેકલ્ટી ઓફ ટકનોલોજી એન્ડ એન્જીનીયરીંગ
એમ.એસ. યુનિવસિંટી,વડોદરા ખાતે
પ્રવેશ માટેના નીતિનિયમો
શૈક્ષણિક વર્ષ 1983-84.

 

ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ

ઠરાવ ક્રમાંક : જોઇસી 1083-24879-ઘ,

સચિવાલય ગાંધીનગર

તારીખ : 26-7-1983

વંચાણે લીધા :-

 • ટેકનિકલ શિક્ષણ નિયામકશ્રી, અમદાવાદનો તા. 6-4-83 પત્રનો પત્ર નં. પવશ-2083-13533-ક-2/23281 અને 15/4/83નો પત્ર ક્રમાંક પવશ-2083-13533/ક.2/35335.

 • શિક્ષણ વિભાગનો સરકારી ઠરાવ ક્રમાંક : જોઇસી-1082-4303/ઘ તા. 31-5-82.

ઠરાવ :-
આ પહેલાના બધા હુકમો રદ કરીને આ ઠરાવના પરિશિષ્ઠ ક ના ભાગ-1 અને 2 માં જોડેલ સરકારી ઇજનેરી કોલેજો અને સરદાર વલ્લભભાઇ રીજીઓનલ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ, સુરત ખાતેની રાજયના હિસ્સાની 50 ટકા બેઠકો તેમજ ફેકલ્ટી ઓફ ટકનોલોજી એન્ડ એન્જીનીયરીંગ, વડોદરા ખાતે સને 1983-84 ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ માટે નીતિનિયમો મંજુર કરવામાં આવે છે.

 • બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વલ્લભ વિધાનગર અને ડી.ડી.ઇન્સટીટયુટ ઓફ ટેકનોલોજી, નડીયાદ ખાતે જે તે સંસ્થા આ સાથેના પરિશિષ્ઠ ખ ની શરતોને આઘીન સહીને સ્વતંત્ર રીતે પ્રવેશ આપશે. જે અનામત અને બીનઅનામત જગ્યાઓ ખાલી રહેશે તે સરકારે નિમેલી પ્રવેશ સમિતિ તરફથી ભરવામાં આવશે. પ્રવેશ સમિતિના અધ્યક્ષ નક્કી કરે એ સમય મયાર્દા મુજબ સબંધિત સંસ્થાઓમાં ખાલી પડેલ જગ્યાઓ બાબતની માહિતી મોકલવા આથી સબંધિત સંસ્થાઓને વિનંતી કરવામાં આવે છે.

 • મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે અનામત બેઠકનો પશ્ન આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગે અલગ રીતે વિચારવાનો રહેશે.

 

રાજયની મેડીકલ, ડેન્ટલ અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે અરજીઓ અલાયદી મંગાવશે. સજ પ્રમાણે ટેકનીકલ શિક્ષણ નિયામકશ્રીને ઇજનેરી કોલેજોમાં પ્રવેશ માટેની અરજી પત્રકો અને માહિતી પત્રકો છપાવવાના રહેશે. અને ઉમાદવારો પાસેથી અરજી મંગાવવા માટે જાહેરાત આપવાની રહેશે.

 

રાજયની ઇજનેરી, મેડીકલ, ડેન્ટલ , ફાર્મસી કાલેજોમાં પ્રવેશ આપવાની કાર્યવાહી એક સમય મયાર્દામાં સમાપ્ત થાય તે હેતુસર ગત વર્ષની જેમ એલ.ડી એન્જીનીયરીંગ કોલેજ, અમદાવાદ ખાતે એક જ સ્થળે કાર્યવાહી કરવાની પધ્ધતિ અપનાવવામાં આવી હતી તે યથાવત ચાલુ રાખવામાં આવશે.

ગુજરાત રાજયના રાજયપાલશ્રી ના હુક્રમથી અને તેમના નામે,

સહી/-

 

(પ્ર, હ નિમાવત)

 

સેકશન અધિકારી

 

શિક્ષણ વિભાગ

 
ઠરાવ ક્રમાંક : જોઇસી 1083-24879-ઘ, તા. 26-7-1983 નું.

 

પરિશિષ્ઠ - ક

ભાગ - 1

 

શૈક્ષણિક વર્ષ 1983-84 માટે ઇજનેરો કોલેજોમાં પ્રવેશ આપવાની પધ્ધતિ :

 

 • નીચે દશાર્વેલી ગુજરાત રાજયની ઇજનેરી કોલેજોમાં ઉપલબ્ધ બેઠકો ઉપર સરકારે નિયુકત કરેલ એડમશિન કમિટી દ્વારા પ્રથમ સેમિસ્ટર બી.ઇ. ડીગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ આપવામાં આવશે.

 • લાલભાઇ દલપતભાઇ ઇજનેરી કોલેજ, અમદાવાદ.

 • લખધી રજો ઇજનેરી કોલેજ, મોરબી.

 • એન્જીનીયરીંગ કોલેજ, ભાવનગર.

 • સરદાર વલ્લભભાઇ રીજીનલ ઇજનેરી એન્ડ ટકનોલોજી કોલેજ, સુરત (રાજયના હિસ્સાની 50 ટકા બેઠકો)

 • ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જી. વડોદરા.

 • ઉપલબ્ધ કુલ બેઠકોની વહેંચણી ગુજરાત માધ્યમિક બોર્ડની ધોરણ-12 ની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ, ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર અને જીવ વિક્ષાનના વિષયોમાં કુલ 55 ટકા ગુણ મેળવી પાસ કરી હશે એવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અને ગુજરાત રાજયમાં આવેલ કેન્દ્રિય શાળાઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન, નવી દીલ્હીનું સીનીયર સ્કુલ સટીર્ફીકેટની પરીક્ષા ઉપર દશાર્વેલ વિજ્ઞાનના વિષયોમાં કુલ 55 ટકા ગુણ મેળવી પાસ કરી હોય એવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યાના પ્રમાણમાં કરવામાં આવશે

 • ઉપર મુજબ દશાર્વેલ પધ્ધતિ અનુસાર ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ઓફ સેન્ડરી એજયુકેશન, નવી
  દીલ્હી દ્વારા પ્રવેશ આપવાના જે તે શૈક્ષણિક વર્ષમાં લેવાયેલી છેલ્લી પરીક્ષામાં બેઠા હોય અને વિજ્ઞાનના વિષયોમાં 55 ટકા ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓની ચોક્કસ સંખ્યાની માહિતી મળ્યા પછી એડમીશન કમીટી બેઠકોની સંખ્યામાં ફાળવણી કરશે. સ્ને તે મુજબ પ્રવેશ આપવાની કર્યવાહી કરશે.

 • સીવીલ એન્જી. અને મીકે. એન્જી. ઇલે. એન્જી. ઇલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન એન્જી. ઇન્સટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ
  એન્જી. કેમીકલ એન્જી. પ્રોડક્શન એન્જી. ઇલેકટ્રોનીકસ, ટેક્ષટાઇલ ટેકનોલોજી, ટેક્ષટાઇલ એન્જી, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ટકનોલોજી મેટલોજી, આર્કટેકચર, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જી. મ.સ. યુનિવસિર્ટી ખાતેના ફાર્મસી વિગેરે ક્રમની ફાળવણી પ્રથમ સેમિસ્ટરની શરુઆતમાં પ્રવેશ આપતી વખતે જ ગુણવત્તાના આઘારે કરવામાં આવશે.

 • ધોરણ 12 ની ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ અથવા તેની સમકક્ષ પરીક્ષા ગણિત, ભૌતિકશાસ્ત્ર,
  રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના વિષયો સાથે પાસ કરી હોય અને પ્રવેશ પાત્રતા ધરાવતા હોય તેવા ઉમેદવારોએ તેમના માટે ફાળવવામાં આવેલ બેઠકો પર પ્રવેશ મેળવવા અધ્યક્ષ, પ્રવેશ સમિતિને નિયત સમય મયાર્દામાં અને નિયત અરજી પત્રકમાં અરજી કરવાની રહેશે. ફેકલ્ટી ઓફ ટકનોલોજી એન્ડ એન્જીનીયરીંગ, વડોદરા ખાતે ફોર્મસીના ક્રમ સિવાયનો ઇજનેરી અભયાસક્રમો માટે જીવવિજ્ઞાનના વિષયો વગર સીનીયર સ્કુલ સટીર્ફીકેટ પરિક્ષા વિજ્ઞાનના વિષયો સાથે પાસ કરી હોય તેવા ઉમેદવારો ગુણવત્તા અનુસાર પ્રવેશને પાત્ર ગણાશે.

 • અનામત અને બીન અનામત બેઠકો માટે ગુણવત્તાક્રમ યાદી પ્રવેશ સમિતિ દ્વારા નિયમોને અનુલક્ષીને તૈયાર
  કરવામાં આવશે.

 • (1) પ્રવેશ સમિતિ દ્વારા ઉમેદવારોની ગુણવત્તાક્રમ યાદી તૈયાર કર્યા પછી અધ્યક્ષ પ્રવેશ સમિતિ બીન અનામત અને અનામત બંને બેઠકો માટે ગુણવત્તાક્રમ યાદી પ્રમાણે તેમાં સમાવિષ્ટ ઉમેદમારોને પ્રવેશનું કહેણ અપાશે.
  (2) અધ્યક્ષ પ્રવેશ સમિતિ, એમણે તૈયાર કરેલ ગુણવત્તા ક્રમ પ્રમાણે ઉમેદમારોને નિયત તારીખે અને સમયે બોલાવાશે. અને ઉમેદવારોને અરજ પત્રકમાં દશાર્વેલ ક્રમ અને સ્થળની પસંદગીને ધ્યાનમાં રાખી ચુસ્તપણે ગુણવત્તા અનુસાર ડીગ્રી ક્રમના પ્રથમ વર્ષમાં પ્રથમ સેમિસ્ટરમાં પ્રવેશ આપશે.

 • પ્રથમ કહેણ પછી જો કોઇ ખાલી જગ્યા પડેતો તો તે પછીના કહેણમાં ઉમેદવારોને બોલાવી નિયમાનુસાર ભરવામાં
  આવશે. અને પ્રથમ કહેણ વખતે પોતાની પસંદગીના ક્રમ, સ્થળ અને ક્રમમાં પ્રવેશ મેળવી શકયા ન હોય અને પ્રથમ કહેણ વખતે એમની પસંદગી સિવાયના ક્રમ, સ્થળ અને ક્રમની પસંદગી સ્વીકારી હોય તેવા ઉમેદવારોને જો તેઓ બીજી રીતે પાત્રતા ધરાવતાં હશો તો એમને પ્રવેશ માટે બીજું કહેણ મોકલવામાં આવશે.

 • જો કોઇ ઉમેદવાર કોઇપણ કારણસર એડમીશન કમીટી દ્વારા રુબરુ મુલાકાત માટે નક્કી કરાવેલ તારીખ અને સમયે પ્રવેશ માટે ઉપસ્થિત ન થાય અને એના પરીણામે ખાલી પડેલી બેઠક ગુણવત્તાક્રમ યાદીમાં એનાથી ઉતરતા દરજ્જાના ઉમેદવારોથી ભરી દેવામાં આવી હોય અને જો પાછળથી તે પોતાનો વિચાર બદલે અને પ્રવેશ ઇચ્છેતો (અ) જો તે સમયે બેઠક ખાલી હોય અને (બ) જો એડમીશન કમીટીને પ્રવેશની કાર્યવાહી દરમ્યાન નિયત સમય મયાર્દામાં લેખીત અરજી કરેતો તેવા ઉમેદવારોને ઉપલબ્ધ ક્રમ, સ્થળ અને ક્રમમાં પ્રવેશ આપવા વિચારણા કરવામાં આવશે.

 • એડમીશન કમીટી દ્વારા સામાન્ય રીતે જે તે શૈક્ષણિક વર્ષની 15મી જુલાઇ સુધીમાં પ્રવેશ આપવાની કાર્યવાહી સમાપ્ત કરવામાં આવશે. આમ છતાં સબંધિત યુનિવસિર્ટી દ્વારા પ્રથમ સેમિસ્ટરમાં પ્રવેશ માટે નક્કી કરવામાં આવેલી છેલ્લી તારીખ સુધી પ્રવેશ કાર્યવાહી ચાલુ રાખવાનું એડમીશન કમીટીની મુનસફી ઉપર રહેશે.

 • પ્રથમ સેમિસ્ટરમાં પ્રવેશ માટે દરેક ઉમેદવારને સબંધિત યુનિવસિર્ટીની પ્રવેશ પાત્રતા એગેની તમામ જરુરીયાત પરિપૂર્ણ કરવાની રહેશે.

 • ઉપર દશાર્વેલ નિયમો છતાં પણ પ્રવેશ માટેની ગુણવત્તા ક્રમ યાદી બનાવવા અને પ્રવેશને લગતી અન્ય બાબતો
  માટે ટેલનિકલ શિક્ષણ નિયામક, ગુજરાત રાજ્ય એમને યોગ્ય લાગે એ પકારના વહીવટી પગલાં લઇ શકાશે. અને વખતો વખત એડમીશન કમીટી અને ઇજનેરી કોલેજોને જરુરી સુચનાઓ આપી શકશે.

 • પ્રવેશ પધ્ધતિ માટેના અર્થઘટન અંગે જો કોઇ તકરાર ઉભી થાય કે મતભેદ પડે તો તેવા કિસ્સામાં ટેકનિકલ શિક્ષણ નિયામક, ગુજરાત રાજયનો નિર્ણય આખરી ગણાશે.

 
ઠરાવ ક્રમાંક : જોઇસી 1083-24879-ઘ, તા. 26-7-1983 નું.

પરિશિષ્ઠ - ક

ભાગ - 2

 

ગુજરાત રાજયની સરકારી ઇજનેરી કોલેજો અને એસ.વી.આર કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી, સુરત રાજયની 50 ટકા બેઠકો/ તેમજ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગ, વડોદરા ખાતે બી.ઇ.ડીગ્રી ઇજનેરી, ફામ,સી ( ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગ, વડોદરા ખાતનો ) અભ્યાસક્રમના પ્રથમ સેમિસ્ટરમાં પ્રવેશ આપવાના નિયમો.

 • જે ઉમેદવારોએ ગુજરાત માધ્યમિક બોર્ડ તરફથી લેવાયેલ લાયકાતની પરીક્ષા ધોરણ 12ની પરીક્ષા અથવા ગુજરાત રાજયમાં આવેલી કેન્દ્રિય શાળાઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન, નવી દીલ્હી નું સીનીયર સ્કુલ સટીર્ફીકેટની પરીક્ષા ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને જીવવિજ્ઞાનના વિષય વગર સીનીયર સ્કુલ સટીર્ફીકેટની પરીક્ષા વિજ્ઞાનના વિષયો સાથે પાસ કરી હોય તેવા ઉમેદવારો ગુણવત્તા અનુસાર પ્રવેશને પાત્ર ગણાશે.

 • ઉપર મુજબ જણાવ્યા ઉપરાંત નીચે દશાર્વેલા અધિકારીઓ/કર્મચારીઓ/વ્યક્તિઓના સંતાનોને તેઓ સર્વાંગી રીતે પ્રવેશને પાત્ર થતાં હશે તો પ્રવેશના હેતુ માટે ગુજરાત રાજયમાં આવેલી સંસ્થાઓમાંથી લાયકાતની પરીક્ષા પાસ કરી હોય એવા ઉમેદવારો સાથે ગુણવત્તા અનુસાર પ્રવેશને પાત્ર ગણવામાં આવશે. 

 • સબંધિત શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્ર શરૂ થયાની તારીખ પહેલાં ત્રણ વર્ષમાં ગુજરાત રાજયમાં બદલી થઇ હોય તેવા કેન્દ્ર સરકારના કર્મચારીઓ.

 • ગુજરાત રાજયમાં આવેલ યુનાઇટેડ નેશન્સની યુનિસેફ અને બીજા માન્ય સંસ્થાઓના કર્મચારીઓના સંતાનો .

 • ગુજરાત રાજય ને ફાલવવામાં આવેલ અખિલ ભારતીય સેવા અધિકરી જેમકે ભારતીય સસંદી સેવા, ભારતીય પોલીસ સેવા, ભારતીય વન સેવાના ગુજરાતમાં સેવા બજાવતા અથવા ગુજરાત રાજય બહાર પ્રતિનિયુક્તિ પરના અધિકારીઓના સંતાનો.

 • વહીવટી કારણસર ગુજરાત રાજય બહાર નિયુકત કરેલ ગુજરાત સરકારના કર્મચારી/અધિકારીઓના સંતાનોનો ઉપર 2,3 માં દશાર્વેલ જોગવાઇ સમાવેશ કરવામાં આવે છે.

 • ગુજરાત સરકારના સર્વે અધિકારીઓના તેમની નોકરીના સ્થળે પર્યાપ્ત કેળવણીની સગવડો ઉપલબ્ધ ન હોવાને કારણે ગુજરાત રાજય બહાર અભ્યાસ માટે મોકલવા પડતાં હોય તેવા કર્મચારીઓના સંતાનો.

 • પરદેશમાં વસેલા અને રાજકીય કારણોસર જેમને પોતાના સંતાનોને ભારતમાં જ શિક્ષણ લેવા મોકલવા ફરજ પડતી હોય એવા ગુજરાત રજયના વતનીઓના સંતાનો.

 

 • અનુસુચિત જાતિના ઉમેદવારો માટે 7 ટકા બેઠકો અને અનુસુચિત આદિજાતિ વિમુક્તિ જાતિ અને વિચરતી જાતિના ઉમેદવારો માટે 13 ટકા બેઠકો અનામત રાખવામાં આવશે. જો અમુક ચોક્કસ શૈક્ષણિક વર્ષમાં અનામત રાખવામાં આવેલ બેઠકો માટે પુરતી સંખ્યામાં મજબુર જાતિઓના પ્રવેશ પાત્રતા ધરાવતાં ઉમેદવારો ઉપલબ્ધ ન થવાના કારણે ખાલી રહેતી બેઠકો માટેની ગુણવત્તા ક્રમયાદી પૈકીના ઉમેદવારોમાંથી નિયમ મુજબ ગુણવત્તા અનુસાર ભરવામાં આવશે.
 • ઉપર દશાર્વેલ પછાત જાતિના ઉમેદવારો માટેની અનામત બેઠકો પર પ્રવેશ ઇચ્છતા ઉમેદવારોએ ફકત નીચે    દશાર્વેલ સત્તાધિકારીઓ પૈકીના કોઇપણ એક અધિકારીએ સહી કરી આપેલ અને મળેલ જાતિ અંગેનું પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે.

ક : કલેકટર

ખ : પ્રાંત અધિકારી

ગ : મામલતદાર

ઘ : મહાલકારી

ચ : નિયામક સમાજ કલ્યાણ

છ : જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી.

 

 • નીચેની શરતોને આધીન રહીને અનુસુચિત જાતિ, અનુસુચિત આદિજાતિ વિમુકત જાતિ અને વિચરતી જાતિ સિવાયના ગુજરાત સરકારે નિયુકત કરેલ બક્ષીપંચે માન્ય કરેલ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓના ઉમેદવારો માટે 10 ટકા બેઠકો અનામત રાખવામાં આવશે.

 • બીન અનામત બેઠકો પર પ્રવેશ આપવામાં આવેલ છેલ્લા ઉમેદવારને કામજીક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓના ઉમેદવારો માટેની 10 ટકા અનામત બેઠકો પર પ્રવેશ મેળવનાર ઉમેદવાર વચ્ચે ગુણવત્તા ગુણનો તફાવત 5 ટકાથી વધુ હોવો જોઇએ નહીં. દા.ત. ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-12 ની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા વિજ્ઞાન પ્રવાહમાં પાસ કરનાર માટે આ તફાવત 23 ગુણથી વધુ હોવો જોઇએ નહીં. અને સમકક્ષ પરીક્ષા માટે આ પ્રમાણે ગુણવત્તાના ગુણની તફાવતની ગણતરી કરવામાં આવશે.

 • જો અમુક ચોક્કસ શૈક્ષણિક વર્ષમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત જાતિના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલ બેઠકો પૈકી ની પ્રવેશ પાત્રતા ધરાવતાં ઉમેદવારો ઉપલબ્ધ ન હોય તો ખાલી રહેતી અનામત બેઠકોની બીનઅનામત બેઠકો માટેની ગુણવત્તા ક્રમયાદી પૈકીના ઉમેદવારોમાંથી નિયમ મુજબ ભરવામાં આવશે.

   

 • ઉપર દશાર્વેલ પછાત જાફિઓના ઉમેદવારો માટેની અનામત બેઠકો પર પ્રવેશ ઇચ્છતા ઉમેદવારોએ ફકત નીચે દશાર્વેલ સત્તાધિકારીઓ પૈકીના કોઇપણ એક અધિકારીએ સહી કર આપેલ અને મેળવેલ જાતિ વર્ગ અને સમુદાય માટેનું પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે.

 • કલેકટર

 • જિલ્લા વિકાસ અધિકારી

 • મદદનીશ કલેકટર

 • નાયબ જિલ્લા વિકાસ અધિકારી

 • મામલતદાર

 • તાલુકા વિકાસ અધિકારી

 • મહાલકારી

 • જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી

 • નાયબ મામલતદાર

 • એક ટકા બેઠકો ભૂતપૂર્વ સૈનિકો, (એકસ સવિર્સમેન ) અને સશ્ત્રદળની વ્યકિતઓ ( આર્મસ ફોસીર્સ પસોર્નલ) ના સંતાનો માટે અનામત રાખવામાં આવશે.

  તદ ઉપરાંત સીવીલ જી.ટી. કંપની (એ.એસ.સી.) કે જેઓ સીવીલીયન વર્ગ-3 અને વર્ગ-4 ના સરકારી કર્મચારીઓ હોય અને ભૂતકાળમાં યુધ્ધ મેદાનમાં સેવા બજાવતાં કાયમી અશકત બની ગયા હોય અથવા મૃત્યુ પામ્યા હોય એવા લશકરી વ્યકિતઓના સંતાનોનો પણ આ એક ટકા અનામત બેઠકમાં સમાવેશ કરી એ મુજબ કામ આપવામાં આવશે.

  ઉપર જણાવેલ કેટેગરીની વ્યકિતઓના સંતાનોથી એક ટકાની અનામત જગ્યાઓ ભરી શકાય નહીં તો બોર્ડર સીકયુરીટી ફોર્સના વ્યકિતઓના સંતાનોને અનામત જગ્યાઓનો લાભ આપવામાં આવશે.

  ભૂતપૂર્વ સૈનિક સશસ્ત્ર દળની વ્યકિતઓ બોર્ડર સીકયુરીટી ફોર્સ અને સીવીલ જી.ટી. કંપની એ/એસ/સી દળોની વ્યકિતઓના સંતાનો કે જેમણે ગુજરાત ઉચ્ચતર માધ્યનિક શિક્ષણ બોર્ડની ધોરણ-12ની અથવા તેની સમકક્ષ લાયકાતની પરીક્ષા ગુજરાત રાજયમાં આવેલી કોઇપણ માન્ય સંસ્થામાંથી ગણિત, ભૌતિકશાસ્ત્ર, રાસાયણશાસ્ત્ર અને જીવ વિજ્ઞાનના વિષયો સાથે પાસ કરી હશે તેઓનેજ આ અનામત બેઠકો પર પ્રવેશને પાત્ર ગણી ગુણવત્તાનુસાર પ્રવેશ આપવામાં આવશે.

 • 3 ટકા જગ્યાઓ અન્યથા લાયક હોય એવા અપંગ વિદ્યાર્થીઓ માટે અનામત રખવાની રહેશે. ઉકત જગ્યા પર પ્રવેશ માટે બીનઅનામત બેઠક પર પ્રવેશ મેળવેલ છેલ્લા ઉમેદવારો કરતાં અપંગ વિદ્યાર્થીએ મેળવેલ ગુણ વચ્ચે 5 ટકા કરતાં વધારે તફાવત હોવો જોઇએ નહીં. આ અનામત બેઠકો લાયક ઉમેદવારો ન મળેતો બીનઅનામત બેઠકોની ગુણવત્તા ક્રમ યાદી પૈકીના ઉમેદવારોમાંથી નિયમ પ્રમાણે ભરવાની રહેશે.

 • ઉચ્ચતર માધ્યમિક ધોરણ 12 ની અથવા તેની સમકક્ષ પરીક્ષા ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના વિષયો સાથે પાસ કરનાર ઉમેદવારો માટે લાયકાતની પરીક્ષામાં મેલવેલ ગુણની લઘુત્તમ મર્યાદા નીચે મુજબ રહેશે.

નોંધઃ- ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગ વડોદરા ખાતે પ્રવેશ માટે ફાર્મસીના ક્રમ સિવાયના ઇજનેરી અભયાસક્રમો માટે જીવવિજ્ઞાનના વિષય વગર સીનીયર સ્કુલ સટીર્ફીકેટની પરીક્ષા વિજ્ઞાનના વિષયો સાથે પાસ કરી હોય તેવા ઉમેદવારો માટે લઘુત્તમ ગુણ મયાર્દાની ગણતરી ગણિત, ભૌતિકશાસ્ત્ર, રશાયણશાસ્ત્રના વિષયોમાં સિધ્ધાંત (થીયરી) અને પ્રયોગો (પ્રેક્ટીકલ)માં મેળવેલ કુલ ગુણના આઘારે ઉપર નિયમ-7 હેઠળ દર્શાવેલ ગુણના પ્રમાણમાં કરવામાં આવશે.

 • (અ) ઉમેદવારે ઉચ્તર માધ્યમિક ઘોરણ-12 ની ઉપર દશાર્વેલ વિષયોની પરક્ષામાં ફકત સિધ્ધાંત (થીયરી)ના પશનપત્રમાં નીચે મુજબ કુલ ગુણ મેળવ્યા હોવા જોઇએ.

 • અનુસુચિત જાતિ અનુસુચિત આદિજાતિ વિમુકત જાતિ - 202 ગુણ અને વિચરતી જાતિના ઉમેદવારો માટે 450 ગુણમાંથી

 • બીજા અન્ય કેટેગરી ના સર્વે ઉમેદવારો માટે - 247 ગુણ 450 ગુણમાંથી

 • (બ) ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક ની ધોરણ 12ની પરીક્ષામાં વિજ્ઞાનના વિષયોની પરીક્ષામાં ફકત પ્રયોગ (પ્રેક્ટીકલ) માં નીચે મુજબ કુલ ગુણ મેળવ્યા હોવા જોઇએ.

 • અનુસુચિત જાતિ અનુસુચિત આદિજાતિ વિમુકત જાતિ - 60 ગુણ અને વિચરતી જાતિના ઉમેદવારો માટે 150 ગુણમાંથી

 • બીજા અન્ય કેટેગરી ના સર્વે ઉમેદવારો માટે - 75 ગુણ 150 ગુણમાંથી

નોંધઃ- સીનીયર સટીર્ફીકેટ સ્કુકની પરીક્ષા પાસ થયેલા અને નિયમ-2 માં સમાવિષ્ટ ઉમેદવારો માટે પણ ઉપર દશાર્વેલ લઘુત્તમ ગુણના પ્રમાણમાં થિયરી અને પ્રેક્ટીકલ્સની પરીક્ષામાં મેળવેલ ગુણની લઘુત્તમ મયાર્દા લાગુ પડશે.

 • પ્રવેશ અંગેની ગુણવત્તા ક્રમયાદી નીચે દશાર્વ્યા મુજબ નકકી કરવામાં આવશે.

 • ધોરણ-12 ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા અથવા તેની સમકક્ષ પરીક્ષા માં ફકત વિજ્ઞાનના વિષયોમાં (ભૌતિકશાસ્ત્ર રસાયણ શાસ્ત્ર, ગણિત અને જીવવિજ્ઞાન) ના સિધ્ધાંતના પશ્નપત્રોમાં મેળવેલ કુલગુણ ગણતરીમાં લેવામાં આવશે. આમાં વિજ્ઞાનના વિષયોમાં મેળવેલા ગુણ ગણતરીમાં લેવામાં આવશે નહીં.

નોંધઃ- ફેકલ્ટી ઓફ ટેકનીકલ એન્ડ એન્જીનીયરીંગ વડોદરા ખાતે પ્રવેશ માટે ફાર્મસીના ક્રમ સિવાયના ઇનજેરી અભયાસક્રમો માટે જીવ વિજ્ઞાનના વિષય વગર સીનીયર સ્કુલ, સટીર્ફીકેટની પરીક્ષા વિજ્ઞાનના વિષયો સાથે પાસ કરી હોય તેવા ઉમેદવારો માટે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના વિષયોમાં સિધ્ધાંત (થીયરી) માં મેળવેલ કુલ ગુણ ગણતરીમાં લેવામાં આવશે. અને ઉપર દશાર્વેલા વિજ્ઞાનના વિષયમાં પ્રયોગો (પ્રેક્ટીકલ્સ) માં મેળવેલ કુલ ગુણ ગણતરી માં લેવામાં આવશે નહીં.

 • જો કોઇ ઉમેદવાર લાયકાતની પરીક્ષા અથવા તેની સમકક્ષ પરીક્ષામાં એક અથવા વધુ વિષયોની પરીક્ષા આપી હોય અને સફળ થયો ન હોય તવા કિસ્સામાં નાપાસ થવા બદલ દરેક પ્રયત્ન માટે 20 ગુણની કપાત કરવામાં આવશે. આ હેતુ માટે કોઇપણ કારણસર પરીક્ષા આપી નહી હોય તેને નાપાસ ગણવામાં આવશે નહીં.

 • જે ઉમેદવારોએ ટકનિકલ માધ્યમિક શાળાઆમાંથી ધોરણ-10 (નવી એસ.એસ.સી) ની પરીક્ષા ઓછામાં ઓછા બે ટેકનીકલ વિષયો સાથે પાસ કરે એમને નીચેના ધારણે વધુમાં વધુ 25 કૃપા ગુણ આપવામાં આવશે.

ધોરણ 10ની નવી એસ.એસ.સી. મેળવવા પાત્ર કૃપા ગુણમાં મેળવેલા કુલ ગુણના ટકા.

 • 50 ટકાથી વધુ અને 55 ટકા 10 કૃપા ગુણ

 • 55 ટકાથી વધુ અને 60 ટકા સુધી 15 કૃપા ગુણ

 • 60 ટકાથી વધુ અને 70 ટકા સુધી 20 કૃપા ગુણ

 • 70 ટકાથી વધુ 25 કૃપા ગુણ

 

 • પ્રવેશ મેળવવા ઇચ્છતાં ઉમેદવાર માટે કોઈપણ જાતની વયમયાર્દા રખવામાં આવેલ નથી.

 • એડમીશન કમીટી દ્વારા સંકલિત પ્રવેશ પધ્ધતિમાં આવરી લેવાયેલી ઇજનેરી કોલેજો પૈકીનો કોઇપણ ઇજનેરી કોલેજોમાં સવાર્ગી રીતે પ્રવેશને પાત્ર થતી સ્ત્રી ઉમેદવારોને તેમની પસંદગીની કોઇપણ ઇજનેરી કોલેજમાં પ્રવેશ આવામાં આવશે. પરંતુ ક્રમ માટેના પસંદગી નો તેમનો હકક રહેશે નહીં.

 • ઉપર દશાર્વેલ નિયમો ઉપરાંત પ્રવેશ માટેની ગુણવત્તા ક્રમયાદી બનાવવા અને પ્રવેશને લગતી અન્ય બાબતો માટે ટેકનિકલ શિક્ષણ નિયામક, ગુજરાત રાજય, એમને યોગ્ય લાગે તે પકારનાં વહીવટી પગલાં લઇ શકશે, અને વખતોવખત એડમીશન કમીટી અને ઇજનેરી કાલેજો ને જરુરી સુચનાઓ આપી શકાશે.

 • પ્રવેશના નિયમોના અર્થઘટન અંગે કોઇ તકરાર ઉભી થાય કે મતભેદ પડે તો તેવા કિસ્સામાં ટેનિકલ શિક્ષણ નિયામક, ગુજરાત રાજયનો નિર્ણય આખરી ગણાશે.

 
ઠરાવ : ક્રમાંક : જોઇસી 1083/24879/ઘ, તા. 26-7-83 નું પરિશિદ્રુઠ-ખ .

બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વલ્લભ વિધાનગર અને ડી.ડી.ઇન્સ્ટી. ઓફ ટકનોલોજી, નડીયાદ ખાતેની ઉપલબ્ધ બેઠકો પર પ્રવેશ માટે નીચે મુજબની પ્રવેશ પધ્ધતિ નકકી કરવામાં આવી છે.

 • પરિશિદ્રુઠ-ક ભાગ-1 અને ભાગ-2 ની તમામ જોગમાઇઓ આ બંને ઇજનેરી કોલેજોને પણ સરખી રીતે લાગુ પડશે.

 • ઉપર (1) માં દશાર્વેલ જોગાવઇ અનુસાર પ્રવેશ આપ્યા પછી અનામત અને બીન અનામત પૈકીની ખાલી રહેતી તમામ બેઠકો સરકારે નિયુકત કરેલ પ્રવેશ સમિતિ દ્વારા કોમનપુલમાં ભરમામાં આવશે.

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 20-09-2006