હું શોધું છું

હોમ  |

ઠરાવ - 7
Rating :  Star Star Star Star Star   

ધોરણ-10 (એસ. એસ .સી. અથવા સમકક્ષ) પછીના
ડિપ્લોમાં અભ્યાસક્રમના પ્રવેશના નિયમો

ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ
ઠરાવ ક્રમાંક : જી.ટી.આઇ/1187/2213/સ,
સચિવાલય, ગાંધીનગર.
તા. 4-6-87

વંચાણે લીધો :-

(1) શિક્ષણ વિભાગનો તા. 16-8-83 નો ઠરાવ ક્રમાંક : જીઇસી-1083-ઘ,

(2) શિક્ષણ વિભાગનો તા. 24-8-83 નો ઠરાવ ક્રમાંક : જીઇસી-1083-ઘ,

(3) શિક્ષણ વિભાગનો તા. 12-8-84 નો ઠરાવ ક્રમાંક : ટીઇએન-1083-5997-ઘ,

(4) શિક્ષણ વિભાગનો તા. 6-7-84 નો ઠરાવ ક્રમાંક : ટીઇએમ-1083-1163, (84)-ઘ,

(5) શિક્ષણ વિભાગનો તા. 2-8-84 નો ઠરાવ ક્રમાંક : ટીઇએમ-1083-2473-ઘ,

(6) શિક્ષણ વિભાગનો તા. 5-9-85 નો ઠરાવ ક્રમાંક : જીટીઆઇ-1084-930 (85)-ઘ.

ઠરાવ : -

આમુખમાં ક્રમાંક 1 અને 2 સામે દશાર્વેલ હુકમો સિવાયના ધોરણ 10 (એસ.એસ.સી અથવા તેની સમકક્ષ ) પરીક્ષા પાસ કર્યા બાદ ના ડિપ્લોમાં અભ્યાસકમોમાં પ્રવેશ અંગેના નિયમોને લગતા આમુખમાં દશાર્વેલ કમાંર્ક 3 થી 6 પરના હુકમો રદ કરી એમ.એસ.યુનિવસીર્ટી સંચાલિત વડોદરા ખાતેની પોલીટેકનીક સિવાય રાજયની બધી સરકારી પોલીટેકનીક સંસ્થાઓમાં 1987-88 ના શૈક્ષણિક વર્ષથી પ્રવેશ માટેની પધ્ધતિ અને નિયમો આ સાથે જોડેલ પરિશિષ્ટ ક અને પરિશિષ્ટ-ખ અનુસાર નકકી કરમામાં આવે છે.

2/- બી. એન્ડ. વી. પોલીટેકનીક, વલ્લભ વિધાનગર, ટી.એફ. ગાંધીધામ પોલીટેકનીક, આદિપુર અને ડી.ડી.આઇ.ટી. નડીયાદ ખાતે પણ જે તે સંસ્થા દાતાની અનમત બેઠક સિવાય સઘળી બેઠકો ઉપર આ સાથેના પરિશિષ્ટ ક અને ખ ની જોગાવઇને આઘીન રહીને સ્વતંત્ર રીતે પ્રવેશ આપશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુક્રમથી અને તેમના નામે, :

સહી

(મહેશ વ્યાસ)

સેકશન અધિકારી

શિક્ષણ વિભાગ

પ રિ શિ ષ્ટ - ક

શૈક્ષણિક વર્ષ 1987-88 થી ધોરણ 10 (એસ.એસ.સી.) અથવા સમકક્ષ પછીના ડિપ્લોમાં અભ્યાસક્રમમાં પ્રવેશ આપવાની પધ્ધતિ :-

 • ધોરણ-10 પછીના ડિપ્લોમાં અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા પાત્રતા ધરાવતા હોય તેવા ઉમેદવારોએ અધ્યક્ષ, પ્રવેશ સમિતિને નિયત સમય મયાર્દામાં અને નિયત અરજી પત્રકમાં અરજી કરવાની રહેશે.

   

 • અનામત અને બિન અનામત બેઠકો માટે ગુણવત્તા ક્રમયાદી પ્રવેશ સમિતિ દ્વારા નિયમોને અનુલક્ષીને તૈયાર કરવામાં આવશે.
 • દરેક અભ્યાસક્રમ માટે મંજુર થયેલ બેઠકો ઉપર ગુણવત્તા અનુસાર પ્રવેશ અપાશે અને અભ્યાસક્રમની ફાળવણી પણ પ્રવેશ આપતી વખતેજ ગુણવત્તા અનુસાર કરવામાં આવશે. આમ છતાં પ્રવેશ આપવાની છેલ્લી તારીખે બેઠકો ખાલી ન રહી જાય તે માટે અપેક્ષિત ખાલી જગ્યાઓ માટે દરેક અભ્યાસક્રમની નિયત બેઠકોમાં 10 જેટલા વધુ ઉમેદવારોને પ્રવેશ આપી શકાશે.

 • પ્રવેશ સમિતિ દ્વારા ઉમેદવારોની ગુણવત્તાક્રમ યાદી તૈયાર કર્યા પછી અધ્યક્ષ, પ્રવેશ સમિતિ અનામત અને બીન અનામત બંને બેઠકો માટેની ગુણવત્તાક્રમ યાદી પ્રમાણે તમાં સમાવિષ્ટ ઉમેદવારોને પ્રવેશનું કહેણ અપાશે.

 • અધ્યક્ષ, પ્રવેશ સમિતિ, એમણે તૈયાર કરેલ ગુણવત્તાક્રમ પ્રમાણે ઉમેદવારોને નિયત તારીખે અને સમયે બાલાવાશે અને ઉમેદવારોને અરજીપત્રકમાં દશાર્વેલ અભ્યાસક્રમ અને સ્થળની પસંદગીને ધ્યાનમાં રાખી ચુસ્તપણે ગુણવત્તા અનુસાર અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ અપાશે.

 • જો કોઇ ઉમેદવારે ગુણવત્તાક્રમ અનુસાર ઉપલબ્ધ પસંદગીના અભ્યાસક્રમમાં પ્રવેશ ગાહય રા6યો હશે અને ત્યાર પછી પ્રવેશની કાર્યવાહી દરમ્યાન તેમની પસંદગીની અગ્રતા અનુસાર ચઢયાતી કક્ષાના અભ્યાસક્રમમાં બેઠક ખાલી પડેતો ગુણવત્તા અનુસાર તેમને મળવાપાત્ર ચઢતી કક્ષાની પસંદગીના અભ્યાસક્રમમાં ઉમેદવારની સંમતિથી બદલી કરી આપવામાં આવશે. તે જ પ્રમાણે જો કોઇ ઉમેદવાર તેની ગુણવત્તા તેમજ તેણે આપેલ પસંદગીક્રમ મુજબ મળતા અભ્યાસકમોનો અસ્વીકાર કરે અને ત્યારપછી પ્રવેશની કાર્યવાહી દરમિયાન તેમની પસંદગીની અગ્રતા અનુસાર ચઢતી કક્ષાના અભ્યાસક્રમમાં બેઠક ખાલી પડેતો ગુણવત્તા અનુસાર તેમને મળવાપાત્ર ચઢતી કક્ષાની પસંદગીના અભ્યાસક્રમમાં તેમને પ્રવેશ માટે બીજું કહેણ મોકલવામાં આવશે.

 • જો કોઇ ઉમેદવાર કોઇપણ કારણસર એડમીશન કમિટિ દ્વારા રુબરુ મુલાકાત માટે નિયત તારીખ અને સમયે પ્રવેશ માટે ઉપસ્થિત ન થાય અને એના પરિણામે ખાલી પડેલ બેઠક ગુનવત્તાક્રમ યાદીમાં એનાથી ઉતરતા દરજજાના ઉમેદવારોથી ભરી દેવામાં આવી હોય અને જો પાછળથી તે પોતાનો વિચાર બદલે અને પ્રવેશ ઇચ્છે તો (અ) જો તે સમયે બેઠક ખાલી હોય અને (બ) જો એડમીશન કમિટિ ને પ્રવેશની કાર્યવાહી દરમિયાન (નિયત સમય મયાર્દામાં) લેખિત અરજ કરે તો તેવા ઉમેદવારોને ઉપલબ્ધ અભ્યાસક્રમમાં પ્રવેશ આપવા વિચારણા કરવામાં આવશે.

 • પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે ઉમેદવારોને ટેકનિકલ પરીક્ષા બોર્ડની પ્રવેશપાત્રતા અંગેની તમામ જરુરીયાત પરિપૂર્ણ કરવાની રહેશે.

 • અરજીપત્રકમાં ઉમેદવારે આપેલ વિગતો, માહિતી, પ્રમાણપત્રો, ગુણપત્રકો વગેરે ખોટા હોવાનું પુરવાર થાય તો ઉમેદવાર આવા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાની લાયકાત ગુમાવશે. જો ઉમેદવારે પ્રવેશ મેળવ્યા બાદ આ પ્રમાણે પુરવાર થાયતો ઉમેદવારનો પ્રવેશ રદ કરવામા. આવશે.

 • જો કાઇ ઉમેદવાર એકથી વિશેષ અરજપત્રકો ભરશે તો સૌથી છેલ્લે મળેલ અરજીપત્રકમાં દશાર્વેલ અગ્રતાક્રમ ધ્યાનમાં લેવામાં આવશે.

 • ઉપર દર્શાવેલ નિયમો છતાં પણ પ્રવેશ માટેની ગુણવત્તાક્રમ યાદી બનાવવા અને પ્રવેશને લગતી અન્ય બાબતો માટે તાત્રિક શિક્ષણ નિયામકશ્રી ગુજરાત રાજય, એમને યોગ્ય લાગે એ પ્રકારના વહીવટી પગલાં લઇ શકશે અને વખતોવખત એડમીશન કમિટિ અને ઇજનેરી કાલેજો તથા સરકારી પોલીટેકનીક સંસ્થાઓને જરુરી સુચનાઓ આપી શકાશે.

 • પ્રવેશ પધ્ધતિ માટેના અર્થઘટન અંગે જો કોઇ તકરાર ઉભી થાય કે મતભેદ પડે તો તેવા કિસ્સામાં તાત્રિક શિક્ષણ નિયામકશ્રી, ગુજરાત રાજયનો નિર્ણય આખરી ગણાશે.

પરિશિષ્ટ - ખ

ધોરણ-10 (એસ.એસ.સી. અથવા સમકક્ષ) પછીના ડિપ્લોમાં અભ્યાસક્રમમાં પ્રવેશ આપવાના નિયમો :-

 • ગુજરાત રાજય ટેકનીકલ પરીક્ષા બોર્ડ દ્વારા વખતોવખત નકકી કરેલ ફરજિયાત વિષયો સાથે ગુજરાત માધ્યમિક શિક્ષન બોર્ડ દ્વારા લેવાયેલ (ધોરણ-10 એસ.એસ.સી.) ની પરીક્ષા અથવા ગુજરાત રાજયમાં આવેલી કેન્દ્રિય શાળાઓમાંથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન, નવી દિલ્હી દ્વારા લેવામાં આવેલી સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હશે તેવા ઉમેદવારોને ગુણવત્તા અનુસાર પ્રવેશને પાત્ર ગણવામાં આવશે.

 • નિયમ-1 માં જણાવ્યા ઉપરાંત નીચે દશાર્વેલા અધિકારીઓ/કર્મચારીઓ/વ્યકિતઓના સંતાનો કે જેઓએ ગુજરાત બહારથી લાહકાતની સમકક્ષ પરીક્ષા પાસ કરી હોય અને તે સર્વાંગીરીતે પ્રવેશને પાત્ર હશે તો પ્રવેશના હેતુ માટે ગુજરાત રાજયમાં આવેલી સંસ્થાઓમાંથી કાયકાતની પરીક્ષા પાસ કરી હોય એવા ઉમેદવારો સાથે ગુણવત્તા અનુસાર પ્રવેશને પાત્ર ગણવામાં આવશે.

(ક) સબંધિત શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્ર શરુ થયાની તારીખ પહેલાં ત્રણ વર્ષમાં ગુજરાત રાજય માં બદલી થઇ હોય તેવા કેન્દ્ર સરકારનાં કર્મચારીઓના સંતાનો.
(ખ) ગુજરાત રાજયમાં આવેલી યુનાઇટેડ નેશન્સની યુનિસેફ અને બીજા માન્ય સંસ્થાઓના કર્મચારીઓના સંતાનો.
(ગ) ગુજરાત રાજયને ફાળવવામાં આવેલા અખિલ ભારતીય સેવા અધિકારીઓ જેમકે ભારતીય સનંદી સેવા, ભારતીય પોલીસ સેવા, ભારતીય વન સેવાના ગુજરાતમાં સેવા બજાવતા અથવા ગુજરાત બહાર પ્રતિનિયુકિત ઉપરના અધિકારીઓના સંતાનો.
(ઘ) વહીવટી કારણસર ગુજારાત રાજય બહાર નિયુકત કરેલ ગુજરાત સરકારના કર્મચારી/અધિકારીઓના સંતાનો.
(ચ) ગુજરાત સરકારના સવેર્ અધિકારીઓના જેમની નોકરીના સ્થળે પયાર્પ્ત કેળવણી સગવડો ઉપલબ્ધ ન હોવાને કારણે ગુજરાત રાજય બહાર અભ્યાસ માટે મોકલવા પડતા હોય તેવા કર્મચારીઓના સંતાનો.
(છ) પરદેશમાં વસેલા અને રાજકીય કાણોસર જેમને પોતાના સંતાનોને ભારતમાં જ શિક્ષણ લેવા મોકલવા ફરજ પડતી હોય એવા ગુજરાત રાજ્યના વતનીઓના સંતાનો.

 • (1) ડીપ્લોમાં અભ્યાસકમોમાં નીચે પ્રમાણે બેઠકો અનામત રાકવામાં આવશે.

 1. અનુસુચિત જાતિ - 7 ટકા

 2. અનુસુચિત જનજાતિ, મિકુતજાતિ અને વિચરતી જાતી. - 14 ટકા

 3. વિકસતી જાતિ - 10 ટકા 

 4. શારીરીક ખોડખાંપણ ધરાવતી વ્યકિતઓ - 3 ટકા 

 5. ભૂતપૂર્વ સૈનિકો અને સશસ્ત્ર દળની વ્યકિતના સંતાનો - 1 ટકા

 6. ગુજરાત રાજય, ટેકનીકલ પરીક્ષા બોર્ડના પ્રમાણમા અનુસુચિમાં દશાર્વેલ સટીર્ફીકેટ (માત્ર અનુબધ્ધિત અભ્યાસક્રમ પાસ કરેલ ઉમેદવારો. અભ્યાસક્રમમાં)  - 15:1 

 • (2) સશસ્ત્રદળની વ્યકિતઓને જી.ટી.કંપની (એ.એસ.સી.) કે જેઓ સીવીલીયન વર્ગ-3 અને વર્ગ-4 ના સરકારી કર્મચારીઓ હોય અને ભુતકાળમાં યુધ્ધ દરમિયાન સેનામાં, યુધ્ધ મેદાનમાં સેવા બજાવતા મૃત્યુ પામ્યા હોય અથવા કાયમી અશક્ત બની ગયા હોય તેવી વ્યકિતઓના સંતાનોનો પણ સમાવેશ થશે. આ કેટેગરીની વ્યકિતઓના સંતાનોથી એક ટકાની અનામત જગ્યા ભરી શકાય નહીં તો બોર્ડર સીકયોરીટી ફોર્સની વ્યકિતઓના સંતાનોને અનામત જગ્યાઓનો લાભ આપવામાં આવશે. ઉમેદવારે જો ગુજરાત રાજ્યમાં આવેલ કોઇપણ માન્ય સંસ્થાઓમાંથી લાયકાતની પરીક્ષા પાસ કરી હશે તો જ તેવો ઉમેદવાર આ અનામત બેઠકો પર પ્રવેશને પાત્ર ગણાશે.

 • (3) બિન અનામત બેઠક ઉપર પ્રવેશ મેળવેલ છેલ્લા ઉમેદવારે ઉપર નિયમ-1 માં દશાર્વેલ વિષયોમાં મેળવેલ કુલ ગુણ અને વિકસિત જાતિ (બક્ષી પંચ) ના અથવા શારીરિક ખોડખાંપણ ધરાવતી વ્યકિત અનામત બેઠકો ઉપર પ્રવેશ મેળવતા ઉમેદવારોએ નિયમ-1 માં દશાર્વેલ વિષયોમાં મેળવેલ કુલગુણ વચ્ચે 5 ટકાથી વધારે તફાવત ન હોવો જોઇએ.

 • (4) લાયક ઉમેદવારોને અભાવે ખાલી રહેતી અનામત બેઠકો બિન અનામત બેઠકો સાથે ગુણવત્તાક્રમ યાદી મુજબ ભરવામાં આવશે.

 • (5) અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વિચરતી જાતિ, વિમુકત જાતિ અને વિકસતી જાતિ (બક્ષી પંચ) ના ઉમેદવારો માટેની અનામત બેઠકો ઉપર પ્રવેશ ઇચ્છતા ઉમેદવારોને ફકત નીચે દશાર્વેલ સત્તાધિકારીઆ પૈકીના કોઇપણ એક અધિકારી સહી કરી આપેલ અને મેળવ(લ જાતિ અંગેનું પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે.

(ક) કલેકટર 

(ખ) પ્રાંત અધિકારી

(ગ) મામલતદાર

(ઘ) મહાલકારી

(ચ) નિયામક, સમાજ કલ્યાણ

(છ) જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી

 • (6) અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિની બેઠક ઉપર ફકત ગુજરાત સરકારે અનુસુચિત જાતિ અન અનુસુચિત જનજાતિ તરીકે માન્ય કરેલ હોય તેવી મુળ ગુજરાત રાજયમાં વસતી જાતિના ઉમેદવારોને જ પ્રવેશ પાત્ર ગણવામાં આવશે.

 • (7) ભૂતપૂર્વ સૈનિકો અને સશસ્ત્રદળની વ્યકિતઓના સંતાનો માટેની અનામત બેઠક પર પ્રવેશ ઇચ્છતા ઉમેદવારોએ તેઓ ભૂતપૂર્વ સૈનિકો અથવા સશસ્ત્રદળની વ્યકિતના સંતાનો છે તે મતલબનું પ્રમાણપત્ર ડાયરેકટર સૈનિક કલ્યાણ અમદાવાદ ની સહીથી રજૂ કરેલુ હશે તો તે માન્ય ગણવામાં આવશે.

 • પ્રવેશ અંગેની ગુણવત્તાક્રમ યાદી નીચે દશાર્વ્યા મુજબ ગુણ કપાત ધ્યાનમાં લઇ તૈયાર સરવામાં આવશે.

 1. ધોરણ 10 (એસ.એસ.સી અથવા સમકક્ષ) પરીક્ષામાં મેળવેલ કુલ ગુણમાંથી યાદી તૈયાર કરવામાં આવશે. અઉ હેતુસર માર્ચ-1987 અથવા ત્યાર પછીની ધો. 10ની પરીક્ષામાં રાખવામાં આવેલ શારીરિક શિક્ષણ (Physical Education) ની વિષયમાં મેળવેલ ગુણ પણ ગનતરીમાં લેવામાં આવશે.

 2. જો કોઇ ઉમેદવાર લાયકાતની પરીક્ષામાં અથવા તેની સમકક્ષ પરિક્ષામાં સફળ થયો ન હોય તેવા કિસ્સામાં નાપાસ થવા બદલ દરેક પયત્ત્ન માટે 20 ગુણની કપાત કરવામાં આવશે. આ હેતુ માટે ઉમેદવારને જયારે કાયકાતની પરીક્ષા આપવાની થતી હોય તે અખતે કાયકાતની પરીક્ષામાં બેસે નહીં અથવા ડ્રોપ લે તો તે દરેક પ્રસંગ માટે 20 ગુણની કપાત કરવામાં આવશે.

 3. જે ઉમેદવારોએ ધો. 10 એસ.એસ.સ0 અથવા તેની સમનક્ષ પરીક્ષા નીચે દશાર્વેલ અભ્યાસકમોની સામે દર્શાવેલ વિષયો સાથે પાસ કરી હસે તો તે અભ્યાસક્રમમાં પ્રવેશ માટે તે ઉમેદવારને દરેક વિષય દીઠ 15 કૃપાગુણ લેખે વધુમાં વધુ 30 કૃપા ગુણ આપવામાં આવશે.

  અનુક્રમ

  ડિપ્લોમાં અભ્યાસક્રમનું નામ

  કૃપા
  ગુણ

  મળવાપાત્ર વિષયો

  1. સીવીલ એન્જી 1. એન્જી. ડ્રોઇંગ
  2. મીકેનીકલ એન્જી 2. એલીમેન્સ ઓફ ઇલે. એન્ડ મીકે. એન્જી.
  3. ઇલેકટ્રીકલ એન્જી 3. વર્કશોપ ટેકનોલોજી
  4. ઓટોમોબાઇલ એન્જી 4. બેઝીક ઇલેકટ્રોનીકસ.
  5. મેટલજી એન્જી.    
  6. પ્લાસ્ટીક એન્જ.    
  7. ફેબેકેશન ટકનોલોજી.   ઉપર 1 થી 4 માં દશાર્વેલ વિષયો
  8.     પીન્ટીંગ ટેકનોલોજી. ઉપરાંત ટઇપોગાફીનો વિષય.
  9. આકીર્ટકચરલ આસીસ્ટન્ટશીપ   ઉપર 1 થી 4 માં દશાર્વેલ વિષયો ઉપરાંત બીલ્ડીંગ મટેરીયલ એન્ડ કન્સ્ટ્રકશનનો વિષય.
  10. કેમીકલ એન્જી.   ઉપર 1 થી 4 માં દશાર્વેલ વિષયો ઉપરાંત કેમીકલ ટકનોલોજી નો વિષય.
  11.

  મેનમેઇડ ફાબઇર

    ઉપર 1 થી 4 માં દશાર્વેલ વિષયો (ફેબ્રીક્સ) ઉપરાંત :-
  12. મેનમેઇડ ફાબઇર. 1. વસ્તુવિધા (વેટ પોસેસીંગ)
  13.  ટેક્ષટઇલિ કેમેસ્ટ્રી 2. પાવર વીવીંગ
  14. ટેક્ષટઇલિ મેન્યુફેકચરીર્ગ 3. ડાઇંગ ટેકનોલોજી
  15. કોમશીર્યલ પેકટીસ 1. ટઇપરાઇટીંગ.
      2. એલીમેન્ટસ ઓફ કોમર્સ.
      3. બુક કીપીંગ અને આકઉન્ટન્સી.
  16. કોશ્ચ્યુમ ડીઝાઇન 1. ટેલરીંગ એન્ડ કટીંગ એન્ડ દેસ મેકીંગ
      2. ટેલરીંગ.
  17. ગારમેન્ટ મેકીંગ 3. એમ્બોઇડરી એન્ડ ફન્સી વર્ક
  18. હોમ સાયન્સ 1. ગૃહ ઉધોગ (હોમ સાયન્સ)

   

 4. અન્યરીતે પ્રવેશપાત્ર ઉમેદવારોને રાષટ્રીય તેમજ રાજય કક્ષાની અમતોમાં નિયામકશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પ્રમાણપત્ર રજૂ કરવાથી નીચે પ્રમાણેના વધુમાં વધુ 10 કૃપાગુણ આપવામાં આવશે.

વ્યકિતગત રમત - ગમતમાં
રાષ્ટ્રીય કક્ષા પ્રથમ આવનારને  10 કૃપા ગુણ
  દ્વીતીય આવનારને  5 કૃપા ગુણ
રાજય કક્ષા પ્રથમ આવનારને 5 કૃપા ગુણ
ટીમ ઇનેન્ટસમાં
રાષ્ટ્રીય કક્ષા પ્રથમ આવનાર ટીમના કેપ્ટનને 10 કૃપા ગુણ
રાજય કક્ષા પ્રથમ આવનાર ટીમના કેપ્ટનને 10 કૃપા ગુણ
 • ઉપર નિયમ - 4 માં દશાર્વ્યા મુજબ ગુનવત્તા યાદી બનાવતાં જો કોઇ બે ઉમેદવારોના ગુણવત્તા ગુણનો આંક સરખો થયો હશે તો તેવા કિસ્સામાં કયા ઉમેદવારોને યાદીમાં આગળ ધ્યાન આપવું તે નકકી કરવા માટે નીચે મુજવનું માપદંડ અપનાવવામાં આવશે.

(ક) બંને ઉમેદવારો પૈકી જે ઉમેદવારે કાઇ પણ પ્રકારની કપાત અને કૃપા ગુણ વગર વધુ ગુણ મેળવ્યા હશે.

(ખ) ઉપર (ક) માં એક સરખા રહેતા બંને ઉમેદવારો પૈકી જે ઉમેદવારે ધો.10 મું એ.એસ.સી. ની પરીક્ષા અથવા તેની સમકક્ષ પરીક્ષામાં ગણિત ના વિષયમાં વધુ ગુણ મેળવ્યા હશે.

(ગ) ઉપર (ખ) માં એક સરખા રહેતા બંને ઉમેદવારો પૈકીના જે ઉમેદવારે ધો.10 મું અસે.એસ.સી. ની પરીક્ષા અથવા તેની સમકક્ષ પરીક્ષામાં વિજ્ઞાન ના વિષયમાં વધુ ગુણ મેળવ્યા હશે.

(ઘ) ઉપર (ગ) માં એક સરખા રહેતાં બંને ઉમેદવારો પૈકી જે ઉમેદવારે ધો.10 મું અસે.એસ.સી. ની પરીક્ષા અથવા તેની સમકક્ષ પરીક્ષામાં અંગેજી ના વિષયમાં વધુ ગુણ મેળવ્યા હશે.

(ચ) ઉપર (ધ) માં એક સરખા રહેતાં બંને ઉમેદવારો પૈકી જે ઉમેદવારો પૈકીનો જે ઉમેદવાર વયમાં મોટો હશે.

 • નિયમ 3 (1), (6) અન્વયે સટીર્ફીકેટ હોલ્ડર્સ માટેની અનામત બેઠકો ઉપર પ્રવેશને પાત્ર ઉમેદવારો માટે નીચે દશાર્વેલ માપદંડના આધારે અલગ ગુણવત્તા યાદી બનાવવામાં આવશે.

(અ) ગુણવત્તા યાદી બનાવવા માટે ઉમેદવારે ટેકનીકલી પરીક્ષા બોર્ડ ગુજરાત રાજય તરફથી લેવામાં આવતી માન્ય સટીર્ફીકેટ અભ્યાસક્રમની અંતિમવર્ષની પરીક્ષામાં (ફાઇનલ ઇયર એકક્ષામીનેશન) બધા વિષયોમાં મેળવેલા ગુણને પાયારુપ ગણવામાં આવશે.

(બ) જો કોઇ ઉમેદવાર લાયકાત સટીર્ફીકેટ અભ્યાસક્રમની અંતિમ વર્ષની પરીક્ષામાં સફળ થયેલા ન હોય તેવા કિસ્સામાં નાપાસ થવા બદલ દરેક પયત્ત્ન માટે ત્રણ ટકા લેખે ગુણની કપાત કરવામાં આવશે. આ હેતુ માટે ઉમેદવારને જયારે લાયકાતની પરીક્ષા આપવાની થતી હોય તે વખતે લાહકાતની પરીક્ષા બેસે નહીં અથવા ડોપ કે તો તે દરેક પ્રસંગ માટે ત્રણ ટકા ગુણની કપાત કરવામાં આવશે.

(ક) સટીર્ફીકેટ હોલ્ડર્સ માટેની અનામત બેઠકો પર પ્રવેશ ઇચ્છતા ઉમેદવારોએ એસ.એસ.સી. પરીક્ષા ટેકનીકલ વિષય સાથે પાસ કરી હશે તો ટેકનીકલ વિષયો માટેના કૃપા ગુણ આપવામાં આવશે નહીં.

 • ઉપર નિયમ-6 હેઠળ ચશાર્વેલ જોગાવઇ અનુસાર ગુણવત્તા યાદી બનાવતા જો કોઇ ઉમેદવાર નો ગુણવત્તા આંક સરખો આવતો હશે તો તેવા સ્સિામાં નિયમ -5 હેઠળ દશાર્વેલ ક, ખ, ગ, ઘ, ચ, અન્વયે ની જોગાવઇ પ્રમાણે ઉમેદવારનું સ્થાન ગુણવત્તા યાદીમાં નકકી કરવામાં આવશે.

 • ઉપર દશાર્વેલ નિયમો ઉપરાંત પ્રવેશ માટેની ગુનવત્તાક્રમ યાદી બનાવવા પ્રવેશને લગતી અન્ય બાબતો માટે તાત્રિક નિયામક, ગુજરાત રાજય, એમને યોગ્ય લાગે તે પ્રકારનાં પગલાં લઇ શકશે અને વખતો વખત એશમીશન કમિ ટિ અને પોલીટેકનીક સંસ્થાઓને જરુરી સુચનાઓ આપી શકાશે.

 • પ્રવેશનેના નિયમોના અર્થઘટન અંગે જો કોઇ તકરાર ઉભી થાય કે મતભેદ પડે તો તેવા કિસ્સામાં તાત્રિક શિક્ષણ નિયામક, ગુજરાત રાજયનો નિર્ણય આખરી ગણાશે.

ગુજરાત રાજય ટેકનીકલ પરીક્ષા બોર્ડના સટીર્ફીકેટ ધરાવનાર ઉમેદવારો માટે અનુબધ્ધિત ડિપ્લોમાં અભ્યાસકમોમાં પ્રવેશ બાબતની અનુસુચિ :-

અનુક્રમ

કયા ડિપ્લોમાં અભ્યાસક્રમમાં પ્રવેશને પાત્ર ગણાશે.

ટેકનીકલ પરીક્ષા બોર્ડના કયા સટીર્ફીકેટસ હોલ્ડર્સ પાત્ર છે તેની વિગત.

1.

સીવીલ એન્જીનીયરીંગ

1. સીવીલ ડ્રાફટસમેન/અને એસ્ટીમેટીંગ સીવીલ એન્ડ આર્કિટેક ડ્રાફટીંગ એન્ડ એસ્ટીમેટીંગ.

2.

મીકેનીકલ એન્જિનીયરીંગ

1. મીકેનીકલ ડ્રાફટસમેન/મીકેનીકલ ડ્રાફટીર્ગ એન્ડ એસ્ટીમેટીંગ.

    2. મેઇન્ટેન્સ ટેકનીશીયન.
    3. મીકેનીકલ એન્જીનીયરીંગ.
    4. પ્રોડક્શન ટેકનીશીયન.
    5. ફાઉન્ડ્રી ટેકનીશીયન.

3.

ઈલેકટ્રીકલ એન્જિનીયરીંગ

1. ઈલેકટ્રીકલ એન્જિનીયરીંગ

   

2. ઈલેકટ્રીકલ સવિર્સ ટકનીશીયન

4.

ઓટોમોબાઇલ એન્જિનીયરીંગ

1. ઓટોમોબાઇલ એન્જિનીયરીંગ

5.

ટેક્ષટાઇલ મેન્યુફેકચરીર્ગ

1. એચ.સી. કોટન સ્પીનીંગ

    2. એચ.સી. કોટન વીવિંગ
    3. મેન મેઇડ ફાબઇર (ફેબ્રીક્સ)

6.

મેન મેઇડ ફાબઇર (ફેબ્રીક્સ)

1. મેન મેઇડ ફાબઇર (ફેબ્રીક્સ)

   

2. એચ.સી. સ્પીનીંગ

    3. એચ.સી. કોટન વીવીંગ

7.

ટેક્ષટાઇલ કેમેસ્ટ્રી

1. મેન મેઇડ ફાબઇર (વેટ પોસેસીંગ)

8.

મેનમેઈડ ફાબઇર (વેટ પોસેસીંગ)

1. મેનમેઈડ ફાબઇર (વેટ પોસેસીંગ)

9.

ફેબીકેશન ટેકનોલોજી

1. મીકેનીકલ ડ્રાફટસમેન/મીકેનીકલ ડ્રાફટીંગ એન્ડ એસ્ટીમેટીંગ.

    2. મેઇન્ટેન્સ ટેકનીશીયન.
    3. પ્રોડક્શન ટેકનીશીયન.
    4. મીકેનીકલ એન્જીનીયરીંગ
    5. ફાઉન્ડ્રી ટેકનીશીયન

10.

મેટલજી એન્જીનીયરીંગ

1.મીકેનીકલ ડ્રાફટસમેન/મીકેનીકલ ડ્રાફટીંગ એન્ડ એસ્ટીમેટીંગ

    2. મેઇન્ટેનન્સ ટેકનીશયન.
    3. પ્રોડક્શન ટેકનીશયન
    4. મીકેનીકલ એન્જીનીયરીંગ
    5. ફાઉન્ડ્રી ટકનીશીયન

11.

આકીર્ટેકચરલ આસીસ્ટન્ટ

1. સીવીક ડ્રાફટસમેન એન્ડ એસ્ટીમેટીંગ સીવીલ એન્ડ આર્કિટેક ડ્રાફટીંગ એન્ડ એઢટીમેટીંગ.

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 03-04-2008