હું શોધું છું

હોમ  |

ઠરાવ - 9
Rating :  Star Star Star Star Star   

તાત્કાલિક/અગત્યનું/
ક્રમાંક : સીટ્રીએચ/ચ(૫)૧૯૯૦/પ્રવેશ/૭૦૩૩
રોજગાર અને તાલીમ નિયામકની કચેરી
બ્લોક નંબર : ૧/૮, ગુજરાત રાજય,
ર્ડા. જીવરાજ મહેતા ભવન,
જુના સચિવાલય, ગાંધીનગર.
તારીખ : ૫-૮-૯૦

વિષય : ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં ઓગષ્ટ-૯૦ ના સત્રમાં પ્રવેશ આપવા બાબતની સુચનાઓ.

સંદર્ભ :

(૧) આ કચેરીનો તા. ૨૧/૬/૯૦ નો પરીપત્ર ક્રમાંક સીટીએચ/ચ(પ્ર)૧૯૯૦/૪૦૦૮.

(૨) આ કચેરીના તા. ૨૫/૬/૯૦ નો પત્ર ક્રમાંક : સીટીએસ/૧૯૯૦/ચ(૨)/મીટીંગ/આર.ડી.ડી./૪૧૮૪

પરિપત્ર -

 

આ કચેરીના ઉકત સંદર્ભ (૧) અને (૨) હેઠળના પત્રોથી ઓગષ્ટ-૯૦ ના પ્રવેશ સત્ર માટે કેટલીક માર્ગદર્શક સુચનાઓ આપવામાં આવી છે. તદળ ઉપરાંત આ કચેરીના નિયંત્રણ હેઠળ ચાલતી રાજયની તમામ ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં આઇ.ટી.આઇ પેટર્નના / રાજયકક્ષાના અભ્યાસક્રમો ઓગષ્ટ-૯૦ના નવા સત્રમાં તાલીમ લેવા ઇચ્છતા ઉમેદવારોને પ્રવેશ આપવા માટે પ્રાદેશીક કચેરીઓને તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતી ઔધોગિક તાલીમ સંસ્થાઓ / ઔધોગિક કામદાર તાલીમ કેન્દ્રો તેમજ લધુ ઔધોગિક તાલીમ સંસ્થાઓ માટે બહોળો ફેલાવો ધરાવતા કોઇપણ એક વર્તમાન પત્રમાં એસ.એસ.સી.નું પરીણામ ગહર પડે તે રીતે જાહેરાત પ્રસિધ્ધ થાય તે મુજબ કાર્યવાહી કરવાની સુચનાઓ આ અગાઉ આપી દેવામાં આગી છે.

 

(૧) પ્રવેશ ફોર્મ :-

 

પૈવેશ અંગેના કોરા અરજ પત્રકો ઉમેદવારોને સંસ્થા ખાતેથી તારીખ ૨૬/૬/૯૦ થી આપરાનું શરુ કરવામાં આવ્યા છે, અને એસ.એસ.સી. નું પરીણામ જહેર થાય તે તારીખ પછીના પંદર કામના દિવસો સુધી ભરેલા પ્રવેશ અરજી પત્રકો સ્વિકારવા સંસ્થાઓને સુચનાઓ આપવામાં આવેલ છે. આ સુચના અનુસાર પ્રવેશના ફોર્મ સ્વિકારવાની છેલ્લી તારીખ ૧૬-૭-૯૦ નકકી કરેલ છે.

(૨) સ્થાનિક સલાહકાર સમિતિઓ :-

 

ઉપરોકત સુચનાઓના અનુસંધાનમાં જણાવવાનું કે ઓગષ્ટ-૯૦ ના પ્રવેશ સત્રમાં ઉમેદવારોને પ્રવેશ આપવા અંગેની સ્થનિક સલહકાર સમિતિ બોલાવીને મેરીટ યાદીઓ મંજુર કરાવવાની કર્યવાહી તારીખ ૮/૮/૯૦ થી ૧૦/૮/૯૦ સુધીમાં આટોપી લેવાની રહેશે, અને નવુ સત્ર તારીખ ૧૬/૮/૯૦ થી શરૂ કરવાનું રહેશે. આ કામગીરી માટે જરૂર પડે તો રજાના દિવસે પણ કામગીરી ચાલુ રાખવી, અને સ્થાનિક સલાહકાર સમિતિ બાલાવીને પ્રવેશ અંગેની કામગીરી પુરી કરવાની રહેશે.

 

(૩) સ્થાનિક સલાહકાર સમિતિની બેઠક :-

 

પસંદગી માટે હવે ઉમેદવારોને રુબરુ મુલાકાત માટે બાલાવવાના રહેતા નથી, પરંતુ સ્થાનિક સલાહકાર સમિતિ સમક્ષ ટ્રેડવાર મેરીટ યાદીઓ તૈયાર કરીને બહાલી અર્થે રજુ કરવાની રહે છે. જે માટે સંસ્થાના વડાએ પોતાની પ્રવેશ અને પરક્ષાની કામગીરીમાંથી તારીખ ૮/૮/૯૦ થી તારીખ ૧૦/૮/૯૦ સુધીમાં અનુકુળ દિવસ પસંદ કરીને સ્થનિક સલાહકાર સમિતિની બેઠક બોલાવીને મેરીટ યાદીઓ રજુ કરીને બહાલી મેળવી લેવાની રહે છે, અને તેવી બહાલી મેળવેલી યાદીઓ માટે મીટીંગની કાર્યવાહીની નોંધ તૈયાર કરીને રેકર્ડ ઉપર રાખવાની રહેશે તથા આમ મંજુર કરેલી યાદીઓ ઉપર સમિતિના ચેરમેન અને સભ્ય સચિવશ્રીની સહી સિકકા કરવાના રહેશે. પસંદગી સમિતિએ મંજૂર કરેલ ઉમેદવારની ટ્રેડવાઇઝ મેરીટ યાદીઓના આધારે તે જ દિવસે અનામતની ટકાવારી ધ્યાનમાં રાખીને પ્રવેશ માટેના પોષ્ટીંગ ઓર્ડર રવાના કરવા. આવા ઉમેદવારોને હાજર થવા માટે પાંચ દિવસનો ગાળો રાખવો, અને તેમજ ખાલી બેઠકો અને સુપરન્યુમરેરી બેઠકો સાથેજ ગણત્રીમાં લઇને નીચે પ્રમાણે પોષ્ટીંગ ઓર્ડર મોકલવાનું ધોરણ રાખવું :-

 

(૧) લોકપ્રિય વ્યવસાય માટે ૨૦ ટકા વધારે.

 

(૨) સામાવ્ય વ્યવસાય માટે ૩૦ ટકા વધારે.

 

(૩) જે વ્યવસાયમાં ૧૦૦ ટકા બેઠકો ખાલી રહેલી હોય તેમાં ૫૦ ટકા વધારે.

 

આમ ઉપર જણાવેલ મરવાપાત્ર બેઠકોથી ઉપરની ટકાવારી પ્રમાણે વધારાન જેટલા પોષ્ટીંગ ઓર્ડર મોકલાય તેમાં વેઇટીંગ નો ખાસ ઉલ્લેખ કરવો, જેથી બેઠકો ભરાઇ જવાના પ્રસંગે આવા ઉમેદવારોને ફરીયાદનો અવકાશ રહે નહીં.

(૪) મેરીટ યાદીઓ. :-

 

આ કચેરીના તારીખ ૨૯/૬/૮૩ ના પરિપત્ર ક્રમાંક : સીટીએસ/૧૯૮૩/૪૪૪૧ તથા તારીખ ૧૫/૭/૮૩ ના પરિપત્ર ક્રમાંક : સીટીએસ/૧૯૮૩/પ્રવેશ/૪/૪૭૧૪ મુજબ મેરીટ યાદી તૈયાર કઇરવાની રહેશે. કોમ્પયુટર માટે આ કચેરીના તારીખ : ૩૦/૬/૮૯ ના પરિપત્ર ક્રમાંક : સી.ટી.એસ/ચ(૧૯૮૯)પ્રવેશ/૫૮૫૫/ માં આપેલી સુચના અનુસાર મેરીટ અંગેની કાર્યવાહી કરવાની રહેશે. વધુમાં આ ટ્રેડ માટે આ કચેરીના અંગ્રેજી શેરા ક્રમાંક : સીટીએસ/૧૯૯૦/ચ(૭)/૩૬૮૭/ તારીખ : ૧૪/૬/૯૦ ને ધ્યાને લેવાનો રહેશે. ઔધોગિક તાલીમ સંસ્થા પાનન્ધ્રો એ આ કચેરીના તારીખ ૧/૬/ ના પરિપત્ર ક્રમાંક : સીટીએસ/તલમ/ચ(૫)/સીમા/પ્રવેશ/૩૮૪૧/ મુજબ કાર્યવાહી કરવાની રહેશે, અને ઔધોગિક તાલીમ સંસ્થા સરખેજે માત્ર એક વર્ષના અભ્યાસક્રમો જે ટ્રાયસેમ યોજના હેઠળ ચાલેછેતે માટે અગાઉની સૂચનાઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

કોઇપણ પ્રકારની ફરીયાદને અવકાશ ન રહે તે માટે સંસ્થાના વડાએ ખાસ ધ્યાન આપી મેરીટ યાદી મુજબ જ પ્રવેશ આપવાનો રહેશે.

 

(૫) મેરીટ યાદી નોટીસ બોર્ડ પર જાહેર કરવા બાબત :-

 

ઉમેદવારોને રુબરુ મુલાકાત માટે બાલાવવાની પ્રથા બંધ કરવામાં આવેલ હોઇ સ્થાનિક પસંદગી સમિતિ સમક્ષ રુબરુ બોલાવવાના રહેતા નથી. પરંતુ તેના બદલે મેરીટ ગુણ કાઢીને મેરીટ યાદીઓ તૈયાર કરી તે મેરીટ યાદીઓ સંસ્થાના નોટીશ બોર્ડ ઉપર જાહેર જનતા જોઇ શકે તે રીતે પ્રસિધ્ધ કરવાની રહેશે, અને જો આ મેરીટ યાદીઓમાં કોઇ સુધારો વધારો કે ફેરફાર કરવાનો થાય તો તે પ્રમાણે જરુરી સુધારો કરી અંતિમ મેરીટ યાદીઓ સ્થનિક પસંદગી સમિતિ બોલાવી તેમની સમક્ષ રજુ કરી મંજુરી મેળવવાની રહેશે.

 

(૬) મૂળ પ્રમાણપત્રોની ચકાસણી :-

 

ઇન્ટરવ્યુ પ્રથા રદ થયેલ હોઇ ઉમેદવારોને જયારે સંસ્થામાં જોડાવવાનો પોષ્ટીંગ આર્ડર મોકલવામાં આવે ત્ત્યારે સંસ્થામાં હાજર કરતા પહેલા સૌ પ્રથમ તેમના જરુરી તમામ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરી પછીજ ટયુશનફી અને કોશનમની ડીપોઝીટ સ્વિકારવી, ત્ત્યારબાદ જ પ્રવેશ આપવો. અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરતાં તેમાં કોઇ ફેરફાર કે શંકાસ્પદ જણાય તો તેવા સંજોગોમાં ફરેફારવાળા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો મુજબ મેરીટ યાદીના જે ક્રમમાં આવતો હોય ત્ત્યાં ગોઠવવો, અને મેરીટ મુજબજ પ્રવેશ આપવો. શંકાસ્પદ કે બોગસ પ્રમાણપત્રે વાળા ઉમેદવારોનો પ્રવેશ રદ કરવો. પ્રવેશની છેલ્લી તારીખ સુધી આવા જે કાંઇ ફેરફાર થાય તે તમામ ફેફારો મેરીટ યાદીમાં નોંધીને સ્થાનિક સલાહકાર સમિતિની બીજી મીટીંગ પ્રવેશની કામગીરી પુરી થાય બાદ તરતજ બોલાવીને આ સમગ્ર ફેરફારોને બહલી મેળવી લેવાની રહેશે.

 

(૭) નામ કમી કરવા બાબત :-

 

પ્રવેશની કામગીરી ચાલુ હોય તે સમય દરમ્યાન કોઇ તાલીમાર્થીને સંસ્થામાં પ્રવેશ આપ્યો હોય ત્ત્યારબાદ તે કોઇપણ જાતની જાણ કર્યા સિવાય અથવા પરવાનગી લીધા સિવાય સતત પાંચ દિવસ ગેરહાજર રહે તો વિના વિલંબે તેનું નામ હાજરી પત્રકમાંથી કમી કરવું આ અંગે તાલીમાર્થીને અગાઉથી જાણ કરવી.

 

ઉપરોકત સંજોગોમાં તાલીમાર્થીનું નામ કમી કરવાનું થાય તો નામ કમી કરી તે બાબત લેખીત જાણ તાલીમાર્થીને યુ.પી.સી. પત્ર દ્દારા અચુક કરવી. ત્ત્યારબાદ સ્થનિક પસંદગી યાદીમાં મેરીટ મુજબ આવતા વેઇટીંગ લીસ્ટ ઉપરના ઉમેદવારોને નિયમ અનુસાર પ્રવેશ આપવો.

 

(૮) કાબુ બહારના સંજોગો :-

 

ઉમેદવાર પોતાના કાબુ બહારના સંજોગોમાં નિયત સમય-મર્યાદામાં હાજર ન થઇ શકે તેવા કિસ્સાઓમાં ઉમેદવાર પાછળથી હાજર થવા આવે ત્ત્યારે તે સમયે જો ખાલી જગ્યા ન હોયતો પ્રવેશની છેલ્લી તારીખ સુધીમાં જયારે પણ તે વ્યવસાયમાં ખાલી જગ્યા ઉપસ્થિત થાય ત્ત્યારે આવા રહી ગયેલા ઉમેદવારને તેના મેરીટ ક્રમમાં અગ્રતા હોવાને કારણે પ્રવેશમાં અગ્રતા આપવાની રહેશે.

 

(૯) વય મર્યાદા :-

 

ઉમેદવારની ઉંમર પહેલી ઓગષટ-૧૯૯૭ ના રોજ ૨૪ વર્ષ પુરા અને ૨૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ. ઉમેદવારની ઉંમર માટે એફીડેવીટ કોઇપણ સંજોગોમાં માન્ય રાખવું નહીં. સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ અથવા એસ.એસ.સી ના પ્રમાણપત્રના આધારે જન્મ તારીખ નકકી કરવી.

(૧૦) વય મર્યાદામાં છૂટછાટ :-

 

(અ) એસ.સી / એસ.ટી. માટે :-

 

અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે ઉપલી વહ-મર્યાદામાં ત્રણ વર્ષની તથા અનુસૂચિત જનજાતિના ઉમેદવારો તેમજ અપંગ તમેદવારો માટે પ્રવેશ વય-મર્યાદામાં ૫ વર્ષની છુટછાટ મુકવામાં આવી છે, એટલેકે ૩૦ વર્ષ સુધીના એસ.ટી અને અપંગ ઉમેદવારો પ્રવેશને પાત્ર રહેશે.

 

(બ) વિધવા / ત્યકતા બહેનો માટે :-

 

વિધવા / ત્યકતા બહેનો માટે પ્રવેશ માટેની વહ-મર્યાદા ૩૫ વર્ષ સુધીની રાખવામાં આવી છે. આવી છુટડાટ આપવા માટે ઉમેદવારે પ્રવેશ ફોર્મની સાથે પોતે વિધવા / ત્યકતા હોવાના પ્રમાણપત્રની સર્ટીફાઇડ ઝેરોક્ષ નકલ જોડવાની રહેશે. ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારે ગ્રામ પંચાયતના સરપંચ પાસેયી, નગર પંચાતય વિસ્તારના ઉમેદવારે નગર પંચાયતના સભપતિ પાસેથી, મ્યુનિસિપલ વિસ્તારના ઉમેદવારો આવુ પ્રમાણપત્ર મ્યુનિસિપાલીટીના સભ્ય/કાઉન્સીલર પાસેયી તથા નોટીફાઇડ એરીયાના ઉમેદવાર આવુ પ્રમાણપત્ર જે તે વિસ્તારના વહીવટદાર પાસેથી મેળવીને રજુ કરવાનું રહેશે.

 

(ક) એકસ સર્વિસમેન માટે :-

 

માત્ર માજી સૈનિકો માટે ઉપલી વય-મર્યાદામાં ૪૫ વર્પની ઉંમર સુધી છુટછાટ મુકેલી છે. પરંતુ માજી સૈનિકના આશ્રિતો માટે આવી કોઇ વય મર્યાદાની છુટછાટ નથી.

 

(૧૧). અનામત ટકાવારી :- (એસ.સી. / એસ.ટી./બક્ષી./પી.એચ./એકસ સર્વિસમેન)

 

(અ) એસ.સી. / એસ.ટી./બક્ષી. :-

 

જુદા જદા જીલ્લાની જનરલ (નોન- ટ્રાયબલ) ઔધોગિક તાલીમ સંસ્થાઆમાં પ્રવેશ માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત જગ્યાઓ સબંધિત જીલ્લાની વસ્તીના પ્રમાણમાં રહેશે. આ મુજબ સુરત અને વલસાડ જીલ્લામાં અનુસૂચિત જનજાતિ માટે ૨૦ ટકા તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા અને ભરુચ જીલ્લા માટે ૧૨ ½ ટકા અને બાકીના જીલ્લાઓમાં અનુસુચિત જનજાતિ માટે ૫ ટકા બેઠકો અનામત રહેશે. તેમજ દરેક જીલ્લામાં અનુસુચિત જાતિ માટે ૧૨ ½ ટકા અનામત બેઠકો રહેશે વધુમાં સરકારશ્રીએ માન્ય રાખેલ બક્ષીપંચે ભલામણ કરેલ જાતિઓ માટે તમામ સંસ્થાઓમાં પ્રવેશ માટે ૧૦ ટકા અનામત બેઠકો રહેશે.

 

(બ) અપંગો માટે :-

 

શારિરીક ક્ષતિ ધરાવતા ઉમેદવારો માટે વી.આર.સી. ફોર પી.એચ. આઇ.ટી.આઇ કેમ્પસ કુબેરનગર અમદાવાદ પ્રમાણિત કરે તે શરતે સબંધિત વ્યવસાયમાં મંજુર થયેલ કુલ બેઠકો ના ૪ ટકા અનામત રહેશે.

 

(ક) એકસ સર્વિસમેન :-

 

સૈનિકો થા તેમના આશ્રિતો માટે સંસ્થા દીઠ મહત્ત્તમ ૧૦ બેઠકો અનામત રહેશે. તથાપિ જો કોઇ આવા ઉમેદવારો પૂરતી સ.૬યામાં ઉપલબ્ધ ન હોય તો આવી ખાલી રહેલી બેઠકો સ્ત્રી ઉમેદવારો ને ફાળવવી.

 

(૧૨). અનામત ટકાવારીવાળા ઉમેદવારો માટે :-

 

અનામત સંવર્ગમાં ઉમેદવારો ઓપન મેરીટમાં પ્રવેશ મેળવવા હોય તો તેમને અનામત બેઠકો સામે ગણવા નહીં પરંતુ અન્ય ઉમેદવારો સાથે મેરીટ યાદીમાં તેમનો સમાવેશ કરવો ત્ત્યારબાદ અનામત બેઠકો સામે જે તે સંવર્ગમાં ઉમેદવારોને પ્રવેશ આપવો.

 

(૧૩). ટ્રાયબલ એરીયા સબપ્લાન :-

 

ટ્રાયબલ એરીયા સબપ્લાન હેઠળની સંસ્થાઓ જેવી કે આહવા, ઉકાઇ, કેવડીયા, વાલીયા, પારડી, મેધરજ, કડાણા, તિલકવાડા, ઝાલોદ, માંડવી, ધરમપુર, ખેડબ્રહમા અને લીમખેડા ખાતે તેમજ અંકલેશ્વર અને દાહોદની સંસ્થા ખાતે ટ્રાયબલ એરીયા સબ-પ્લાન હેઠળ જેટલી બેઠકો મંજુર થયેલ હોય તે અને તમામ લધુ ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં તમામ બેઠકો ઉપર ફકત ૧૦૦ ટકા આદિવાસી ઉમપદવારોને જ પ્રવેશ આપવો, અને આવા ઉમેદવારો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે સંસ્યાના વડાએ ધનિષ્ઠ પ્રયત્ત્નો કરવા અને બેઠકો ભરવી.

 

(૧૪). ભંગી ભાઇઓ માટે :-

 

આ કચેરીના તારીખ ૨૨/૪/૮૧ ના પરીપત્ર ક્રમાંક સીટીએસ/૧૯૮૧/ચ(૪)/૬૭૬/૩૩૩૦૨ મુજબ અનુસૂચિત જાતિના ઉમેદવારોની નિયત ટકવારી સામે દરેક વ્યવસાયમાં ભંગી જ્ઞાતિના ઉમેદવારોને પ્રવેશ આપવાની કાર્યવાહી કરવાની રહેશે, જેની નોંધ લેવી.

 

(૧૫). અપંગ ઉમેદવારો માટે :-

 

ખોડ ખાંપણવાળા ઉમેદવારો તેમને અનુરુપ જે વ્યવસાયમાં પ્રવેશ મેળવી શકે તે માટે તે અંગેનું પ્રમાણપત્ર તેમણે વોકેશનલ રીહેબીલીટેશન સેન્ટર ફોર પી.એચ. આઇ.ટી.આઇ કેમ્પસ, કુબેરનગર, અમદાવાદ તરફથી મેળવવાનું રહેશે. આ માટે આ કચેરીના તારીખ : ૬/૭/૯૦ ના પરિપત્ર ક્રમાંક : સીટીએસ/ચ(૫)/૧૯૯૦/પ્રવેશ/૪૬૬૯/મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

 

(૧૬). બહેનો માટે :-

 

ઔધોગિક તાલીમ સંસ્યાઆમાં બહેનો પણ તેમને અનુરુપ વ્યવસાયોમાં દાખલ થઇ શકે, અને તેઓ પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે સ્થાનિક મહિલા મંડળ / સંસ્થાઓના સંપર્ક સાંધી જરૂરી પ્રચાર હાથ ધરવો.

 

(૧૭). અનાથ /અંતવાસી બાળકો માટે :-

 

અનાથ /અંતવાસી બાળકો પણ સંસ્થામાં ચાલતા વ્યવસાયમાં મેરીટના ધોરણે પ્રવેશ મેળવી શકે તે માટે આવા ઉમેદવારો મેળવવા અનાથ આશ્રમો, સમાજ સુરક્ષા ખાતુ વિગેરેનો સંપર્ક સાંધી તે માટે બહોળો પ્રચાર હાથ ધરવો.

 

(૧૮). કોશનમની ડીપોઝીટ :-

 

સરકારશ્રીના તારીખ ૧૦/૧૦/૮૫ ના ઠરાવ મુજબ જેમની વાર્ષિક આવક રૂા. ૪,૮૦૦/- કરતાં વધુ ન હોય તેમની પાસેથી માત્ર રુપીયા ૧૫.૦૦ કોશનમની ડીપોઝીટ તરીકે લેવી. જયારે અન્ય તમામ તાલીમાર્થીઓ પાસેથી રુપીયા ૫૦.૦૦ લેખે કોશનમની ડીપોઝીટ લેવી.

 

(૧૯). હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવેલ તાલીમાર્થીઓ પાસેથી રુપીયા ૨૫.૦૦ કોશનમની ડીપોઝીટ તથા રુપીયા ૧૦.૦૦ વાર્ષિક સર્વિસ ચાર્જ તરીકે વસુલ કરવા.

 

(૨૦). મેડીકલ ટેસ્ટ :-

 

ટ્રેનીંગ મેન્યુઅલ-૧૯૮૫ ના નિયમ ૧૨ મુજબ દરેક તાલીમર્થીએ મપડીકલ ટેસ્ટ આપવાનો રહેશે. જે તાલીમાર્થી મેડીકલ ટેસ્તમાં અનફીટ જાહેર થાય તો તરતજ આપેલ પ્રવેશ રદ કરવો. આ બાબતે જે તે જીલ્લાનાં સબંધિત સિવીલ સર્જનનો અભિપ્રાય અંતિમ ગણવામાં આવશે.

 

(૨૧). સં૬યાધિક બેઠકો :-

 

એન્જીનીયર્રીગ વ્યવસાયો અને નોન-એન્જીનીયરીંગ વ્યવસાયોમાં સંસ્થા ખાતે થયેલી બેઠકાના મહત્ત્તમ ૨૦ ટકા વધુ (સુપરન્યુમરેરી) બેઠકો ભરવી આ સિવાય વધારાની બેઠકો કોઇપણ સંજોગોમાં ભરવી નહીં એટલે કે ૧૬ ની બેચ સામે ૧૯ અને ૧૨ માટે ૧૪ આ સિવાય વધારે બેઠકો ભરવામાં આવશે તો તેની સંપુર્ણ જવાબદારી સંસ્થાના વડાની રહેશે, તેની નોંધ લેવી.

 

(૨૨). કોમ્પ્યુટર ટ્રેડ બાબત :-

 

આ કચેરીના તારીખ : ૩૦/૬/૮૯ ના પત્ર ક્રમાંક સીટીએચ/૧૯૮૯/ચ(છ)/૫૮૦૬/ માં જણાવ્યા અનુસાર કોમ્પ્યુટર ટ્રેડમાં ઔધોગિક તાલીમ સંસ્થા વિસનગરમાં ૨૦ બેઠકો ખાસ અંગભુત યોજના હેઠળ અનુસૂચિત જાતિના ઉમેદવારોથી ભરવાની થાય છે, જયારે બાકીની ૨૦ બેઠકો જનરલ રહેશે. વધુમાં સુરેન્દ્રનગર સંસ્થામાં ખાસ અ.ગભુત યાજના હેઠળ ૪૦ બેઠકો અનુસૂચિત જાતિના ઉમેદવારોથી ભરવાની રહેસે. અંકલેશ્વર ઔધોગિક તાલીમ સંસ્થામાં ૪૦ બેઠકો આ ટ્રેડમાં ટ્રાયબલ એરીયા સબ પ્લાન હેઠળ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત રહેશે.

 

(૨૩). રાજય બહારના ઉમેદવારો માટે. :-

 

રાજય બહારના ઉમેદવારો પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો જે ઉમેદવારના વાલી રાજયમાં છેલ્લા ત્રણ વર્ષથી રહેતા હોય તેવા ઉમેદવારને તેમની અરજી ગુણવત્ત્તાના ધોરણે વિચારણામાં લઇ પ્રવેશ આપવો પણ કાયદેસરના વાલી સિવાય બીજા દૂરના સગા રહેતા હોય તેવી દલીલવાળા ઉમેદવારોને રાજયના ઉમેદવાર ગણવાના રહેશે નહીં.

(૨૪). ટ્રેડની ફેરબદલી :-

 

ઉમેદવાર એક કરતાં વધારે ટ્રેડમાં પ્રવેશ મેળવવા અરજી પત્રક ભરેલ હોય અને કોઇ એક ટ્રેડમાં તેને મેરીટ યાદી મુજબ પ્રવૈશ મળે તો બીજા ટ્રેડમાં જાય ત્ત્યારે ફરીથી ટયુશન ફી લેવાની જરુર નથી. પરંતુ ટ્રેડ ની આવી ફેર બદલી પ્રવેશ મેળવ્યા તારીખથી એક માસ દરમ્યાન જ થઇ શકશે.

 

ઉપદોકત સુચનાઓ ચુસ્તપણે અમલ થાય તે જોવાની સંપુર્ણ જવાબદારી સંસ્થાના વડાની રહેશે.

આ પરિપત્રની પહોંચ અવશ્ય પાઠવવી.

સહી/-
નિયામક
રોજગાર અને તાલીમ
ગાંધીનગર

નકલ રવાના :-

 

૧). આ ખાતાના નિયંત્રણ હેઠળ આવેલી તમામ ઔધોગિક તાલીમ સંસ્થાઓ/ઔધોગિક કામદાર તાલીમ કેન્દ્રો /તમામ લધુ ઔધોગિક તાલમ સંસ્થાઓના વડાઓ તરફ જાણ તેમજ જરૂરી કાર્યવાહી સારુ. તેમજ સદરહુ પરિપત્રની એક એક નકલ સ્થાનિક સમિતિના સભ્યોને અચુક મોકલવી.

૨). નાયબ નિયમકશ્રી, પ્રાદેશીક કચેરી, અમદાવાદ / વડોદરા / સુરત / અને રાજકોટ તરફ જાણ સારુ તથા જરુરી કાર્યવાહી સારુ.

૩). આ કચેરીની શાખા ધ, દ, ર, વ, ઇ, લ તરફ.

૪). તાલીમ પાંખના તમામ નિયંત્રણ અધિકારીઓ તરફ.

 

નકલ સાદર રવાના :-

૧). સચિવશ્રી, શ્રમ અને રોજગાર વિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર.

૨). શ્રી એન. આર. દવે, ટેલનીકલ શિક્ષણ નિયાનકશ્રી, ટેકનીકલ શિક્ષણ નિયાનકશ્રી ની કચેરી, બ્લોક નં ૨, બીજો માળ, જુના સચિવાલય, ગાંધીનગર તરફ તેમના ખાતાના નિયંત્રણ હેઠળ ચાલતા આઇ.ટી.આઇ. પેટર્નના અભ્યાસક્રમો ચલાવતી તમામ સરકારી હાઇસ્કુલોને જરુરી સુચના સારુ.

સહી/---
નિયાનક વતી
રોજગાર અને તાલીમ
ગાંધીનગર

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 20-09-2006