હું શોધું છું

હોમ  |

ઠરાવ - 15
Rating :  Star Star Star Star Star   

ગુજરાત ગર્વમેન્ટ ગેઝેટ એકસ/ઓડીનરી
માર્ગ અને મકાન વિભાગ ગુજરાત ઓડીનરી
નંબર ૧૦ ઓફ ૧૯૮૪ તા. ૧૦-૧૨-૮૪ ...

 

૪. સન ૧૯૪૭ ના મંબઇના ૫૭મા અધિનિયમમાં નવી કલમ ૧૩-કક દાખલ કરવા બાબત:-
     મુખ્ય અધિનિયમમાં કલમ ૧૩ પછી, નીચેની કલમ દાખલ કરવી :-

પોતાના ભોગ વટા માટે જોઇતી જગાનો કબજો પાછો મેળવવાનો સંધના સશસ્ત્ર કુટુંબના દળની વ્યકિતઓ અને તેમની વિધવાઓ અને વારસોનો હક

 

૧૩-કક.(૧) આ અધિનિયમમાં અથવા કોઇ કરારમાં વિરૂધ્ધનો કોઇ મજકુર હોય તે છતાં :-

(ક) કોઇ નિર્દિષ્ટ મકાન માલિક, તેના ભાડુત પાસેથી પોતાની અથવા પોતાના કુટુંબના કોઇ સભ્યની માલિકીની કોઇ જગાનો કબજો એ કારણસર પાછો મેળવવા હકદાર રહેશે કે આવી જગા, તેને પોતાના અથવા પોતાના કુટુંબના કોઇ સભ્યના ભોગવટા માટે ખરેખર જોઇએ છે અને જગાનો કબજો પાછો મેળવવા માટે નિર્દિષ્ટ મકાન માલિક કરેલી અરજી મળયે, નિર્દિષ્ટ મકાન માલિક નીચેની મતલબનું અધિકૃત અધિકારીએ આપેલું પ્રમાણપત્ર રજુ કરે, તો યોગ્ય સતાધિકારી તે કારણસર જગા ખાલી કરવાનો હુકમ કરશે.

(૧) તે સંધના સશસ્ત્ર દળની વ્યકિત છે અથવા તે, તેવી વ્યકિત હતી અને તેવી વ્યકિત તરીકે નિવૃત થઇ છે અને

(૨) જયાં જગા આવેલી હોય તે સ્થાનિક વિસ્તારમાં રહેઠાણ માટે, તે અન્ય કોઇ યોગ્ય જગા ધરાવતો નથી.

(ખ) સંધના સશસ્ત્ર દળની આવી વ્યકિતનું નોકરીમાં હોય, ત્યારે અથવા તેની નિવૃતિનાં પાંચ વર્ષની અંદર મૃત્યુ થવાને પરિણામે, આવી વ્યકિતની માલિકીની જગાનો કબજો એ કારણોસર પાછો મેળવવાને હકદાર રહેશે કે હિત-ઉતરાધિકારીને પોતાને અથવા મરહૂમ વ્યકિતના કુટુંબના કોઇ સભ્યને ભોગવટા માટે સદરહુ, જગા ખરેખર જોઇએ છે અને જગાનો કબજો પાછો મેળવવા માટે હિત-ઉતરાધિકારીએ કરેલી અરજી મળયે, હિત-ઉતરાધિકારી, નીચેની મતલબનું અધિકૃત અધિકારીએ આપેલું પ્રમાણપત્ર રજુ કરે, તો યોગ્ય સતાધિકારી તે કારણસર જગા ખાલી કરાવવાનો હુકમ કરશે.

(૧) હિત-ઉતરાધિકારી, શંધના સશસ્ત્ર દળની મરહૂમ વ્યકિતની વિધવા અથવા તેની કુટુંબનો અન્ય કોઇ સભ્ય છે; અને

(૨) આવો હિત-ઉતરાધિકારી, જયાં આવી જગા આવેલી હોય તે સ્થાનિક વિસ્તારમાં રહેઠાણ માટે અન્ય કોઇ યોગ્ય જગા ધરાવતો નથી.

(૨) પેટા-કલમ (૧) ના ખંડ (ક) અથવા ખંડ (ખ) હેઠળ આપેલું પ્રમાણપત્ર તેમાં જણાવેલી હકીકતોના ર્નિણાયક પુરાવો ગણાશે.

(૩) (ક) યોગ્ય સતાધિકારીને એવી ખાતરી થાય કે, યથાપ્રસંગ, નિર્દિષ્ટ મકાનમાલિક અથવા હિત-ઉતરાધિકારી અથવા ભાડુત માટે અન્ય વાજબી નિવાસની સગવડ ઉપલબ્ધ છે કે કેમ તે પ્રશ્ન સહિત કેસના તમામ સંજોગો ધ્યાનમાં લેતાં હુકમ કરવાની નાં પાડવા કરતાં તે હુકમ કરવાની વધુ હાડમારી સર્જાશે તો આ કલમ હેઠળ જગા ખાલી કરાવવાનો કોઇ હુકમ કરી શકાશે નહીં.

(ખ) યોગ્ય સતાધિકારીને આવી ખાતરી થાય કે જગાના કોઇ ભાગ માટે હુકમ કરવાથી, યથાપ્રસંગ ભાડુત અથવા નિર્દિષ્ટ મકાનમાલિક અથવા હિત-ઉતરાધિકારીને કશી મુશ્કેલી પડશે નહીં ત્યારે યોગ્ય સતાધિકારી, તે ભાગ પુરતાં જ હુકમ કરશે.

સ્પષ્ટીકરણ :- આ કલમના હેતુ માટે -

(૧) સંધના સશસ્ત્રદળની વ્યકિતના સબંધમાં અધિકૃત અધિકારી એટલે તેના કમાન્ડિંગ અધિકારી અથવા સંધના વડા અને તેમાં -

(૧) લશ્કરમાંથી નિવૃત થયેલ અધિકારીની બાબતમાં એરિયા કમાન્ડર,

(૨) નૌકાદળમાંથી નિવૃત થયેલ અધિકારીની બાબતમાં ફલેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, નેવલ કમાન્ડ,

(૩) હવાઇદળમાંથી નિવૃત થયેલ અધિકારીની બાબતમાં, સ્તપશન કમાન્ડર;

(૨) યોગ્ય સતાધિકારી એટલે કલમ ૩૧-ક હેઠળ નિમાયેલા સતાધિકારી;

(૩) સંધના સશસ્ત્ર દળની વ્યકિતના સંબંધમાં કુટુંબનો સભ્ય એટલે તેના કુટુંબના નીચેના સભ્યો પૈકી કોઇપણ સભ્ય, જે સામાન્ય રીતે તેની સાથે રહેતો હોય અને તેના ઉપર આશ્રતિ હોય, અને તેના ઉપર આવી વ્યકિત, નિવૃતિ થાય અથવા મૃત્યુ પામે, ત્યારે યથાપ્રસંગે તેની નિવૃતિ અથવા મૃત્યુ સમયે તેના કુટુંબની જે કોઇ સભ્ય તેવી રીતે તેની સાથે રહેતો હોય અથવા તેના ઉપર આશ્રીત હોય તે :-  પતિ કે પત્નિ, માતા, પુત્ર, પુત્રી, પૌત્ર, પૈત્રી, પુત્રની પત્નિ, પૌત્રની પત્નિ, અગાઉ મૃત્યુ પામેલા પુત્ર કે પૌત્રની વિધવા;

(૪) નિર્દિષ્ટ મકાન માલિક એટલે જે સંધના સશસ્ત્ર દળની વ્યકિત હતી અને જે યોગ્ય રીતે સમયપૂર્વ અથવા અન્યથા નિવૃત થઇ હોય અને જે અથવા જેના કુટુંબનો સભ્ય કોઇ જગાની માલિકી ધરાવતી હોય તે વ્યકિત

(૫) સંધના સશસ્ત્ર દળની મરહૂમ વ્યકિતના સંબંધમાં હિત-ઉતરાધિકારી એટલે

(૧) મરહૂમ વ્યકિત પતિ કે પત્નિ, તેના મૃત્યુ સમયે હયાત હોય, તો આવા પતિ કે પત્નિ અને

(૨) બીજા કોઇ કિસ્સામાં તેના કુટુંબનો અન્ય કોઇ સભ્ય

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 20-09-2006