હું શોધું છું

હોમ  |

ઠરાવ - 22
Rating :  Star Star Star Star Star   

લશ્કરના નિવૃત થયેલા/થનાર સૈનિકોને ખેત/રહેણાંકના હેતુ માટે
સરકારી જમીન આપવા બાબત.

ગુજરાત સરકાર,
મહેસુલ વિભાગ

ઠરાવ ક્રમાંક અ જમન-3998-2637-અ
સચિવાલય, ગાંધીનગર,
તારીખઃ- 27-3-2001

વંચાણે લીધા :-

(1) મહેસુલ વિભાગના તા - 15-2-89 નો ઠરાવ ક્રમાંક જમન-3988-3290-(1)-અ.

(2) મહેસુલ વિભાગના તા - 28-3-89 નો ઠરાવ ક્રમાંક જમન-3988-1785-અ.

(3) મહેસુલ વિભાગના તા. 28-2-90 નો ઠરાવ ક્રમાંક-જમન-3981-50828-અ.

આમુખ :-

દેશની સુરક્ષા માટે અવિરત સેવા બજાવનાર લશ્કરના સૈનિકો નિવૃતિ બાદ સ્વાલંબી બની, સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે રહેણાંક તેમજ ખેતી હેતુ માટે સરકારી જમીન ગ્રાન્ટ કરવાની જોગવાઇઓ અમલમાં છે. બદલાયેલ પરિસ્થિતિઓ અને સંજોગોમાં પવર્તમાન જોગવાઇઓમાં ફેરફાર કરવાની બાબત સરકારની સકિય વિચારણા હેઠળ હતી.

ઠ રા વ :-

 

પૂર્વ વિચારણાને અંતે, લશ્કરના નિવૃત થયેલ/થનાર સૈનિકોને સરકારી જમીન ગ્રાન્ટ કરવાની પવવર્તમાન નીતિની જોગવાઇઓ પૈકીની નીચે કોલમ 3 માંની જોગવાઇઓમાં ફેરફાર કરી, કોલમ 4 માં દશાર્વેલ જોગવાઇઓ અમલી બનાવવાનું ઠરાવવામાં આવે છે.

અ.નં.   હાલની જોગાવઇ ફેરફાર કરી અમલી બનાવાયેલ જોગવાઇઓ
1. આવક મયાર્દા રહેણાંક માટે સરકારી જમીન મેળવવા માટે બિનખેતી સાધનોમાંથી થતી, પેન્શન સિવાયની માસિક આવક રૂ. 3000 થી વધવી ન જોઇએ જયારે ખેતી હેતુ માટે જમીન મેળવવા માટે પેન્શન સિવાયની બિનખેતી સાધનોમાંથી થતી આવક રૂ. 750/- (માસિક) થી વધવી ન જોઇએ તેવી જોગાવઇ છે. રહેણાંક તેમજ ખેતી માટે જમીન મેળવવા માટે આવક મયાર્દા સમાન રાખવી એટલે કે પેન્શન સિવાયની બિનખેતી સાધનોમાંથી થતી આવક માસિક રૂ. 3000 થી વધતી ન હોય તો જમીન મેળવવાપાત્ર ગણવા
2. હોદ્દો મેજરથી નીચેની કક્ષામાં ફરજ બજાવતાં ગુજરાતના વતની હોય તેવા નિવૃત થયેલા/ થનાર સૈનિકોને પાત્ર ગણવામાં આવે છે. કર્નલ કક્ષા સુધીના ગુજરાતના વતની હોય તેવા નિવૃત થયેલ/ થનાર સૈનિકોને પાત્ર ગણવા માત્ર ગુજરાતના વતની હોય તેઓને જ પાત્ર ગણવા.
3. શોર્ય ચંદ્રક મેળવવાની પાત્રતા હાલ કોઇ જોગાવઇ નથી. યુધ્ધ દરમ્યાન બહાદુરી દેખાડવા માટે શોર્ય ચંદ્રક મેળવનારને કોઇપણ કક્ષા(Rank)ધ્યાને લીધા સિવાય જમીન મેળવવા પાત્ર ગણવા. માત્ર ગુજરાતના વતની હોય તેઓનેજ પાત્ર ગણવા.
4. ખેતી માટે સાંથણી સિવાય તેમજ ગૈચરની જમીન આપવી. કોઇ જોગાવઇ નથી. સૈનિકોને સાંથણી ધ્વારા જ જમીન આપવાની જોગાવઇ છે. ગૌચરની જમીનો છુટી કરીને જમીન ન આપવી. માત્ર સાંથણી ધ્વારા જ ખેતી માટે જમીન આપવી.
5. લડાઇ દરમ્યાન મૃત્યુ પામેલ સૈનિકોને જમીન આપવી. સૈનિકો યુધ્ધમાં શહીદ થાય કે બીજી ફરજો બજાવતાં મૃત્યુ પામે તો તેમની વિધવાઓને, સૈનિકે બજાવેલ ફરજના સમયગાળાને ધ્યાને લીધા સિવાય જમીન ગ્રાન્ટ કરવી. સૈનિક લડાઇ કાર્યવાહી દરમ્યાન મૃત્યુ પામે તો કોઇપણ પાત્રતાની મયાર્દા ધ્યાને લીધા સિવાય તેના કાયદેસરના વારસદારને જમીન આપવી
6. લડાઇ દરમ્યાન અશકત બની ગયેલ સૈનિકોને લશ્કરના સભ્યો કે જેઓ છેલ્લી પાકિસ્તાન સાથેની લડાઇ વખતે, લડતાં કાયમી અશકત બની ગયા હોઇ તેઓને વતનનો બાધ લાવ્યા સિવાય જમીન આપવી. લશ્કરી કાર્યવાહી દરમ્યાન કાયમી અશકતતા આવે તેવા સૈનિકને પાત્રતાની કોઇપણ મયાર્દા ધ્યાને લીધા સિવાય જમીન ગ્રાન્ટ કરવી. માત્ર ગુજરાતના વતની હોય તેઓને જ પાત્ર ગણવા.

2. ઉપર દશાર્વેલ બાબતો સિવાયની તમામ પર્વતમાન જોગાવઇઓ યથાવત રહેશે.

 

3. હુકમની તારીખે નિર્ણય માટે બાકી હોય તેવી તમામ વિચારણા હેઠળની દરખાસ્તો, નવી જોગાવઇ અંતર્ગત વિચારવાની રહેશે.

 

4. આ હુકમો સરખા ક્રમાંકની વિભાગની ફાઇલ પરની નાણાં વિભાગની તા. 25-9-2000 ની નોંધ તેમજ ગૃહ વિભાગની તા. 5-9-2000 ની નોંધ અન્વયે મળેલ અનુમતિ અન્વયે રવાના કરવામાં આવે છે.

ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

(પંકજ પંડયા)
નાયબ સચિવ,
મહેસુલ વિભાગ, ગુજરાત સરકાર

પ્રતિસહી :-

  • માન. મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી

  • બધા મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રી

  • મુખ્ય સચિવશ્રી

  • સચિવાલયના તમામ વિભાગો

  • તમામ જીલ્લા કલેકટરશ્રીઓ

  • સર્વે જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ

  • સર્વે પ્રાન્ત અધિકારીશ્રીઓ

  • એ.જી. અમદાવાદ/રાજકોટ

  • અ.1, ગ, લ, ક, જ અને ઝ શાખા મહેસુલ વિભાગ

  • સિલેકટ ફાઇલ

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 20-09-2006