હું શોધું છું

હોમ  |

ઠરાવ - 23
Rating :  Star Star Star Star Star   

ગુજરાતના વતની હોય તેવા સંરક્ષણ દળના માજી
સૈનિકોને ખેડુત તરીકેનો દરજજો આપવા બાબત

ગુજરાત સરકાર
મહેસૂલ વિભાગ,
ઠરાવ કમાંક ગણત/૧૭૯૯/વીઆઇપી-૨/ઝ
સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર
તારીખ : ૨૭/૯/૨૦૦૧

સંદર્ભઃ- (૧) મહેસૂલ વિભાગનો ઠરાવ ક્રમાંક જમન-૩૯૮૮-૩૨૯૦(૧)-અ, તા. ૧૫/૨/૧૯૮૯
(૨) મહેસૂલ વિભાગનો ઠરાવ ક્રમાંક જમન-૩૯૯૮-૨6૩૭-અ તા. ૨૭/૩/૨૦૦૧

પ્રસ્તાવના

રાષ્ટ્રના રક્ષણ કાજે તેમજ અતિવૃષ્ટિ, પુર, વાવાઝોડુ વગેરે જેવી કુદરતી હોનારત માટે કોઇપણ વિપરીત સંજોગોમાં ખડે પગે રહેનાર સંરક્ષણ દળના માજી સૈનિકોને તેઓની રાષ્ટ્ર પત્યેની સેવાની કદરરૂપે ખેતીની જમીન ખરીદવા ખેડુત તરીકેનો દરજજો આપવા સરકારશ્રીમાં રજુઆત મળેલ છે.

ગણોતધારાની કલમ-૨(૨) માં ખેડુતની વ્યાખ્યા આપવામાં આવી છે. તેમાં ખેડૂત એટલે જમીનની જાતે ખેતી કરતી વ્યકિત. આ વ્યાખ્યામાં સંરક્ષણ દળના માજી સૈનિકોનો સમાવેશ થતો નથી એટલે તેમને ખેડૂત ગણી શકાય નહી. ગણોતધારાની કલમ-6૩ અનુસાર જે વ્યકિતની વાષિર્ક આવક રૂ. ૫૦૦૦/- કરતાં વધતી ન હોય તેવી વ્યકિતને ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર આપવા કલેકટરશ્રી સક્ષમ છે. સામાન્ય રીતે માજી સૈનિકની આવક ઉકત મયાર્દાથી વધી જતી હોય છે જેથી તેમને ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર મળી શકે નહીં.

સરકારશ્રીના મહેસુલ વિભાગનાં સંદર્ભમાં દશાર્વેલ તા. ૧૫/૨/૮૯ના ઠરાવ ક્રમાંક જમન-૩૯૮૮-૩૨૯૦(૧)-અ થી ખેતી વિષયક હેતુ માટે સરકારી પડતર જમીન સાંથણીમાં આપવા અંગેનો હુકમ કરવામાં આવેલ છે. આ ઠરાવના ફકરા ૩(ક) (૨) ની જોગાવઇને આધીન લશ્કરના નિવૃત થયેલા કે થનાર લશ્કરી સૈનિકોને આજીવિકાના હેતુ માટે સરકારી પડતર જમીન, ખેતી માટે આપવા અંગેની માંગણી અન્વયે જમીન ગાન્ટ કરવાની જોગાવઇ કરવામાં આવી છે. આમ છતાં આવા લાભાથીર્ને ખેડૂત તરીકે દરજ્જો(Status) પ્રાપ્ત થતો નથી. ઉપરોકત ઠરાવ પ્રમાણે જમીન મેળવવાપાત્ર વ્યકિતને અન્ય કેટલાક કારણોસર જમીન ફાળવી શકાતી નથી. તેઓ ખેતી કરવા ઇચ્છા ધરાવતા હોય તો પણ ખેડૂત ન હોવાથી તેઓ જમીન ખરીદી શકતા નથી.

આમ કાયદાની જોગાવઇ અન્વયે ઉભી થતી ઉપયુર્કત મુશકેલીઓ નિવારવાના હેતુ માટે સંરક્ષણ દળના માજી સૈનિકોની રજુઆત અન્વયે પૂર્વ વિચારણાને અંતે સરકાર આથી નીચે મુજબ ઠરાવે છે.

:ઠરાવઃ

ગુજરાત રાજયના વતની હોય તેવા સંરક્ષણ દળના માજી સૈનિકો કે જેઓને સંદર્ભમાં દશાર્વેલ સરકારશ્રીના મહેસૂલ વિભાગના ઠરાવ ક્રમાંક જમન-૩૯૮૮-૩૨૯૦(૧)-અ તા. ૧૫/૨/૮૯ ના ફકરા ૩(ક)(૨) અને આમુખમાં જણાવેલ તા. ૨૭/૩/૨૦૦૧ ના ઠરાવની જોગાવઇને આધીન પાત્રતા ધરાવતા હોય અને સંરક્ષણ દળના જે લાભાથીર્ને તેમની આજીવિકાના હેતુ માટે ખેતી કરવા માટે સરકારી પડતર જમીન ખેતી વિષયક હેતુ માટે ફાળવવામાં આવીના હોય તેવા લાભાથીર્ને ખેડૂત તરીકેનો દરજજો (Status) આપવાનું આથી ઠરાવવામાં આવે છે. આ દરજજો માત્ર વહીવટી કારણોસર મુશ્કેલી અનુભવવી ન પડે તેવા શુભ આશયથી આપવાનું ઠરાવવામાં આવે છે. અને આ પ્રમાણેનો અપાયેલ દરજજો આ સંબંધમાં લાગુ પડતા સરકારશ્રીના અન્ય કોઇ હુકમો/પરિપત્રો અને કાયદાકીય જોગવાઇઓને આધીન રહેશે.

વધુમાં સરકારના મહેસૂલ વિભાગના ઉપયુર્કત તા. ૧૫/૨/૮૯ અને તા. ૨૯/૩/૨૦૦૧ ના ઠરાવ મુજબ ગુજરાત રાજયના વતની હોય તેવા સરંક્ષણ દળના માજી સૈનિકો જમીન માટે પાત્ર થતા હોય અને જમીન સાંથણીથી આપી શકાય તેમ ન હોય તો પણ તેઓ ખેડૂત તરીકે જમીન ખરીદી શકે તે માટે ગુજરાતના વતની સંરક્ષણ દળોના માજી સૈનિકોને પણ ખેતીની જમીન ખરીદવા ખેડૂત તરીકેનો દરજજો આપવાનું આથી ઠરાવવામાં આવે છે.

સંરક્ષણ દળોના માજી સૈનિકોને ખેડૂત તરીકેનો દરજજો આપવાની કાર્યવાહી જે તે જીલ્લા કલેકટરશ્રીએ કરવાની રહેશે.

ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
(કે. આર. શુકલ)
નાયબ સચિવ
મહેસૂલ વિભાગ, ગુજરાત સરકાર

પ્રતિ,

 • રાજયપાલશ્રીના સચિવશ્રી, રાજભવન, ગાંધીનગર (પત્ર ધ્વારા)
 • મુખ્યમંત્રીશ્રી ના સચિવશ્રી, ગાંધીનગર
 • સવેર્મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રી, ગાંધીનગર
 • સર્વે રાજયકક્ષાના મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રી, ગાંધીનગર
 • સર્વે નાયબ મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રી, ગાંધીનગર
 • મુખ્ય સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર
 • રજીસ્ટ્રારશ્રી, ગુજરાત મહેસૂલ પંચ, ડી. ૧, બહુમાળી મકાન લાલ દરવાજા, અમદાવાદ ૩૮૦૦૦૧.
 • અગ સચિવશ્રી (વિવાદ) મહેસૂલ વિભાગ, હોસ્ટેલ બિલ્ડીંગ, પોલીટેકનીક, આંબાવાડી, અમદાવાદ ૩૮૦૦૧૫.
 • જમીન સુધારણા કમિશ્નરશ્રીની કચેરી, બ્લોક નં. ૧૧, ૯મો માળ, સચિવાલય, ગાંધીનગર ૩૮૨૦૧૦.
 • મહેસૂલ તપાસણી કમિશ્નરની કચેરી બ્લોક નં. ૧૧, ૯મો માળ, સચિવાલય, ગાંધીનગર ૩૮૨૦૧૦.
 • સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ
 • સર્વે મામલતદારશ્રીઓ
 • સિલેકટ ફાઇલ ઝ શાખા, મહેસૂલ વિભાગ.
 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 20-09-2006