હું શોધું છું

હોમ  |

ગુજરાત સરકારના ઠરાવો
Rating :  Star Star Star Star Star   

મકાન બાંધકામ પેશગી મેળવવા માજી સૈનિકોને લશ્કરીની સેવા ગણતરીમાં લેવા બાબત

ગુજરાત સરકાર,
નાણાં વિભાગ
ઠરાવ ક્ર્માંક : ઘબપ/૧૦૮૯/યુઓ/૩૩૦/ઝ-૧
સચિવાલય, ગાંધીનગર,
તા. ૨૨-ડીસે-૧૯૮૯

ઠરાવ :-

રાજય સેવામાં હોય તેવા માજી સૈનિક કર્મચારીઓના મકાન બાંધકામ પેશગીની પાત્રતા નકકી કરવા માટે, ઓછામાં ઓછી પાંચ વર્ષની સેવાની જોગવાઇ છે તેમાં તેમની લશ્કરની સેવા ગણતરીમાં લેવાની બાબત રાજય સરકારની વિચારણા હેઠળ હતી.

આ બાબતમાં રાજય સરકારે કાળજીપુર્વકની સંપુર્ણ વિચારણા કરી રાજય સેવામાં હોય તેવા માજી સૈનિકોને તેમણે કરેલ અગાઉની લશ્કરની સેવા મકાન બાંધકામ પેશગી મેળવવાની હેતુસર ગણતરીમાં લેવાનું ઠરાવેલ છે. આ લાભ જે કોઇ માજી સૈનિકો તેમની અગાઉની લશ્કરી સેવા દરમ્યાન સંરક્ષણ મંત્રાલય (Min of Defence) માંથી મકાન બાંધકામ પેશગી મેળવેલ હશે તેને મળવાપાત્ર રહેશે નહીં.

ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે.

આઇ.પી.પટેલ
ઉપ સચિવ
નાણાં વિભાગ

પ્રતિ,

રાજયપાલશ્રીના સચિવ,
મુખ્યમંત્રીના સચિવ
બધા મંત્રીઓના અંગત સચિવો
બધા નાયબ મંત્રીઓના અંગત મદદનીશો
સચિવાલયના બધા વિભાગો
બધા ખાતા કચેરીઓના વડાઓ
બધા કલેકટરશ્રીઓ/જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ
રજિસ્ટારશ્રી, ગુજરાત હાઇ કોર્ટ, અમદાવાદ
સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ
સચિવશ્રી, ગુજરાત વિધાન સભા, સચિવાલય ગાંધીનગર
સચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર
સંપર્ક અધિકારી, ગુજરાત સરકાર, ધનરાજ મહેલ, છત્રપતિ શીવાજી મહારાજ માર્ગ, મુ.બઇ-4૦૦૦૩

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 13-10-2006