હું શોધું છું

હોમ  |

ઠરાવ ક્રમાંક - સીએમજે.૧૦૨૦૦૦/૧૮૭૨/ફ
Rating :  Star Star Star Star Star   

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના જવાન રાહત ભંડોળની રચના બાબત. 

ગુજરાત સરકાર,

ગૃહ વિભાગ,

ઠરાવ ક્રમાંક - સીએમજે.૧૦૨૦૦૦/૧૮૭૨/ફ,

સચિવાલય, ગાંધીનગર,

તારીખ - ૨૯/૦૮/૨૦૦૦ 

વંચાણમાં લીધા -

(૧) માન. મુખ્યમંત્રીશ્રીના જવાન રાહત ભંડોળની રચના માટે માન. રા.ક.મંત્રીશ્રી (ગૃહ)ના અધયક્ષ સ્થાને તા. ૨૬/૭/૨૦૦૦ ના રોજ મળેલ બેઠકની કાર્યવાહીની નોંધ.

(૨) ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના જવાન રાહત ભંડોળના નિયમો - 

ઠરાવ - 

(.) ગત વર્ષે ભારત પાકિસ્તાન વચે કાશમીર સરહદે કારગીલ, દ્રાસ - બટાલીક ક્ષેત્રમાં પાકિસ્તાને કરેલ આક્રમણના સંદર્ભમાં યુધ્ધ થતાં દેશમાં એક નવચેતનાનો સંચાર થયો હતો. દેશના તમામ નાગરિકોએ આ પ્રસંગે માભોમની આઝાદીની રક્ષા કરતાં લશ્કરના જવાનો શહીદ થતાં જવાનોના કુટુંબના કલ્યાણ માટે ચિંતિત બન્યા હતા.  એટલું જ નહીં પરંતુ તમામ રાજય સરકારો અને ભારત સરકારે જવાનો અને તેના પરિવારોના કલ્યાણ માટેની યોજનાઓમાં આમૂલ પરિવર્તન લાવી લશ્કરી જવાનો દવારા આપવામાં આવતા બલિદાનની કદર રુપે રાહતો જાહેર કરી હતી.

(૨.) ગુજરાત રાજયમાં પણ આવા લશ્કરી જવાનોના બલિદાનના પ્રસંગે તેમના પરિવારના સભ્યોને યોગય રાહત આપવા માટે લોકોએ સ્વયંભૂ રીતે દાન આપવાની રજુઆત કરી હતી.  આ દાનની રકમમાંથી લશ્કરી દળના જવાનો / અધિકારીઓના વીરતા ભરેલ સાહસ દરમયાન વીરગતિ પામતા કે, ---પામતા જવાનો માટે એક સર્વગ્રાહી વિકાસ યોજના અને તેમના કલ્યાણ માટે માન. મુખ્યમંત્રીશ્રીના જવાન રાહત ભંડોળની રચના કરવાની બાબત વિચારણા હેઠળ હતી.  પુખ્ત વિચારણાને અંતે માન. મુખ્યમંત્રીશ્રીના અધયક્ષપદે ''ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના જવાન રાહતભંડોળ''ની રચના કરવાનો લરસારે નિર્ણય કરેલ છે. 

(૩.) ઊપર આમુખ-૧ માં જણાવેલ બેઠકની કાર્યનોંધમાં સુચવ્યા મુજબ આ ભંડોળની રચના કરવામાં આવેલ છે.

(૪.આ ભંડોળ ના અલગ નિયમો બનાવવામાં આવેલ છે.  જે ''ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના જવાન રાહત ભંડોળના નિયમો'' તરીકે ઓળખાશે. આ ભંડોળનું નિયમન આ નિયમોનુસાર કરવાનું રહેશે. 

(૫.આ ભંડોળ નીચેના સભ્યોની બનેલી સમિતિના વહીવટ અને નિયંત્રણ હેઠળ રહેશે. 

(૧)    માન. મુખ્યમંત્રીશ્રી અધ્યક્ષ

(૨)    માન.મંત્રીશ્રી/રાજયકક્ષાના મંત્રીશ્રી ગૃહ સભ્ય

(૩)    મુખ્ય સચિવશ્રી સભ્ય

(૪)    અધિક મુખ્ય સચિવશ્રી, નાણાં વિભાગ સભ્ય

(૫)    અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ                           સભ્ય

(૬)    અધિક મુખ્ય સચિવશ્રી, મહેસૂલ વિભાગ                       સભ્ય

(૭)    નિયામકશ્રી, સૈનિક કલ્યાણ અને પનઃવસવાટ                 સભ્ય

(૮)    નાયબ સચિવ/સંયુકત સચિવ/અધિક સચિવ,ગૃહ વિભાગ      સભ્ય સચિવ

(૬.આ ભંડોળ માન. મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી મળેલ રોકડ કે વસ્તુના સ્વરુપમાં મળતાં ફાળામાંથી તેમજ જુદી જુદી સ્વૈચિછક સંસ્થાઓ સરકારી/અર્ધસરકારી કે અન્ય સંસ્થાઓ તેમજ મોટી ખાનગી/જાહેર કંપનીઓ કે અન્ય સંસ્થાઓ અને વયકિતગત રીતે મળતા દાન કે આર્થિક મદદનું બનેલું રહેશે. 

(૭.આ ભંડોળની રકમની વ્યાજમાંથી.

(૧)    ગુજરાતના ડોમીસાઇલ(  )એવા કોઇપણ લશ્કરી કે અર્ધલશ્કરી દળના સભ્યો કે,

(૨)    ગુજરાતમાં ફરજ બજાવતાં લશ્કરી કે અર્ધલશ્કરી દળના સભ્યો કે,

(૩)    અપવાદ રૂપે કિસ્સામાં ભારતીય લશ્કર કે અર્ધલશ્કરી દળના અન્ય સભ્યોના અવસાન કે ગંભીર ઇજા પામેલા (એટલે કે ૫૦% કે તેથી વધું અશકતતા ધરાવતા) સૈનિકો અને તેમના આશ્રિતો,

(૪)   ગુજરાતના (  ) એવા માજી સૈનિકો, તેમની વિધવાઓ/આશ્રિતોના કલ્યાણના હેતુસર નીચેના હેતુઓ માટે ઊપયોગ કરી શકાશે.

અ)    માજીસૈનિકો, સૈનિકોની વિધવાઓ અને આશ્રિતાને સ્વરોજગારીના હેતુ માટે સહાય આપવી,

બ)    સેવારત સૈનિકોને નિવૃત્તિ પહેલાં/ છી સ્વરોજગારીના હેતુ માટે, કોર્ષ માટે સ્ટાઇપેન્ડ આપવું /તાલીમ મેળવવા માટે , મદદ કરવી

ક)     સૈનિકોની વિધવાઓ અને આશ્રિતોને હેતુ માટે સ્કોલરશીપ આપવી,

ખ)    રાજયની અંદર સૈનિક આરામગૃહ તથા મિલીટરી બોઈઝ હોસ્ટેલ વગેરેના બાંધકામ માટે સહાય આપવી,
ગ)   આ ઊપરાંત ભવિષ્યમાં જરુરીયાત મુજબ ગુજરાતના સૈનિકો અને માજીસૈનિકના કલ્યાણ માટે સમિતિ નકકી કરે તે પ્રમાણેની મદદ કરવી.

ડ)    યુધ્ધમાં શૌર્ય દાખવવા બદલ નવાજવામાં આવ્યા હોય તેવા ગુજરાતી સૈનિકોને વર્ષાસન આપવું,

ઇ)     નિઃસહાય માજીસૈનિકો અને તેમના કુટુંબીજનોને નાણાંકીય મદદ કરવી,

૮.      આ ભંડોળ જાહેર હિસાબ બહાર રચાયેલ ખાનગી ભંડોળ તરીકે ઓળખાશે. 

૯.      આ ભંડોળ બાબતે આખરી નિર્ણય લેવાની સત્તા ઊપર ફકરા-૫ માં જણાવેલ સમિતિના સભ્યોને રહે છે. 

૧૦.    આ ભંડોળ બાબતે કાનૂનીક્ષેત્ર ગુજરાત રાજય રહેશે. 

             ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે, 

             (રાજકુમાર)

             અધિક સચિવ, (કાયદો અને વ્યવસ્થા), 
ગૃહ વિભાગઅને સભ્ય સચિવશ્રીગુજરાતના મુખ્યમંત્રીશ્રીના જવાન રાહત ભંડોળ.
 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 13-03-2006